AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Bandh : લખીમપુર ખેરી હિંસાની અસર મહારાષ્ટ્રમાં, રાજ્યબંધને પગલે ભાજપે ઉઠાવ્યા સવાલ

ઉતરપ્રદેશના લખીમપુર ખેરી હિંસાના વિરોધમાં મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારે 11 ઓક્ટોબરના રોજ રાજ્ય બંધનું એલાન આપ્યું છે.

Maharashtra Bandh : લખીમપુર ખેરી હિંસાની અસર મહારાષ્ટ્રમાં, રાજ્યબંધને પગલે ભાજપે ઉઠાવ્યા સવાલ
Maharashtra Bandh
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 11:43 AM
Share

Maharashtra Bandh: ઉતરપ્રદેશના લખીમપુર ખેરી હિંસાની (Lakhimpur Kheri Violence) અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે.ખેરી હિંસાના વિરોધમાં મહા વિકાસ અઘાડી સરકારે 11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. રાજ્ય બંધને પગલે મુંબઈ શહેરમાં સવારથી જ અસર જોવા મળી રહી છે. શહેરના રસ્તાઓ (Roads) પર વાહનોની સંખ્યા સામાન્ય કરતા ઓછી જોવા મળી હતી.ઉપરાંત શહેરમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવા બંધ જોવા મળી છે.

જબરદસ્તી દુકાનો બંધ કરવા પર ભાજપે સરકાર પર કટાક્ષ કર્યો

રાજ્યબંધને પગલે શહેરમાં દુકાનો ફરજીયાત પણે બંધ રાખવાને લઈને ભાજપના નેતા નિતેશ રાણેએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, જો સરકાર વેપારીઓને દુકાનો બંધ રાખવાની ફરજ પડશે તો ભાજપના કાર્યકરો (BJP Workers) રસ્તા પર ઉતરીને વિરોધ કરશે. ભાજપના કાર્યકરો તે દુકાનદારોને મદદ કરશે જેઓ તેમની દુકાનો ખુલ્લી રાખવા માંગે છે અને જેઓ તેમના વ્યવસાયને અસર કરવા માંગતા નથી. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ ડેરેકરે પણ રાજ્ય બંધ પર સવાલો ઉઠાવ્યા હતા.

વેપારીઓએ રાજ્ય બંધનો વિરોધ કર્યો હતો

મહા વિકાસ અઘાડી સરકારના નિર્ણયને પગલે રવિવારે પુણે,મુંબઈ,થાણેના વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ઉપરાંત વેપારીઓએ નક્કી કર્યું હતુ કે, તેઓ સોમવારે દુકાનો ખુલ્લી રાખશે. મુંબઈ વેપારી એસોસિએશન (Mumbai Trader Association) વતી વિરેન શાહે જણાવ્યુ હતુ કે, તેઓ ખેડૂતોની દુર્દશા સમજે છે, તેમને ટેકો આપે છે, તેમની સાથે સહાનુભૂતિ રાખે છે.પરંતુ વેપારીઓને આ બંધમાં જોડવા જોઇએ નહી.

બાદમાં દુકાનદારોએ ટેકો જાહેર કર્યો

જો કે બાદમાં મુંબઇ ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ વિરેન શાહે (Viren Shah) એક વીડિયો જાહેર કર્યો હતો કે, જેમાં તેમણે તમામ દુકાનદારો સાંજે 4 વાગ્યા સુધી દુકાનો બંધ રાખશે તેવું જણાવ્યુ હતુ.વધુમાં  તેમણે જણાવ્યુ કે,વેપારીઓ શિવસેના અને મહાવિકાસ આઘાડી સરકારે કરેલા નિર્ણયનો અમલ કરશે. આવી સ્થિતિમાં દુકાનો સાંજે 4 વાગ્યા સુધી બંધ રાખીને તેમને ટેકો આપવામાં આવશે અને સાંજે 4 વાગ્યા બાદ દુકાનો ખુલી જશે.

આવશ્યક સેવાઓ ખુલ્લી રહેશે

રાજ્ય બંધને પગલે મુંબઈ-થાણે સહિત મોટાભાગના શહેરોમાં અસર વર્તાશે.જેમાં નવી મુંબઈનું APMC બજાર પણ સોમવારે બંધ જોવા મળી રહ્યુ છે. આ APMC બજારમાંથી મુંબઈ સહિત નજીકના વિસ્તારોમાં શાકભાજી સપ્લાય (Vegetables Supplier) કરવામાં આવે છે. જેને કારણે શાકબાજી સપ્લાયરને પણ અસર થશે.સાથે સોલાપુર કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ પણ આ બંધમાં સામેલ થશે. આ સિવાય નાસિક લાસલગાંવ, ધુલે, નંદુરબાર, મનમાડ, બારમતી બજાર સમિતિની બજાર સમિતિ બજાર પણ બંધ રહેશે. જો કે રાજ્યભરમાં હોસ્પિટલ, દવાઓની દુકાનો જેવી આવશ્યક સેવાઓ શરૂ રહેશે.

આ પણ વાંચો : Maharashtra Bandh: આજે ‘મહારાષ્ટ્ર બંધ’, શાકભાજીના પુરવઠાને અસર થશે, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે?

આ પણ વાંચો : Covid-19: મુંબઈની મુશ્કેલીમાં ફરી વધારો કરી શકે છે કોરોના, ‘આર વેલ્યુ’ સપ્ટેમ્બરના અંતમાં વધીને 1 થઈ

Follow Us
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
g clip-path="url(#clip0_868_265)">