AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અંબાલાલ પટેલની મોટી આગાહી… આ જિલ્લાઓ થશે ‘પાણી-પાણી’, નદીઓમાં પૂરની શક્યતા

ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં એક પછી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.

Breaking News: અંબાલાલ પટેલની મોટી આગાહી... આ જિલ્લાઓ થશે 'પાણી-પાણી', નદીઓમાં પૂરની શક્યતા
Image Credit source: AI Generated
| Updated on: Jul 21, 2026 | 2:03 PM
Share

ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે.

વધુમાં, તારીખ 24 થી 26 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે પંચમહાલ સહિત પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આ સિસ્ટમના લીધે ગોધરા, લુણાવાડા અને દાહોદ જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે, જે મુજબ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદના એંધાણ છે, જ્યારે કચ્છ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા સેવાઈ રહી છે.

બીજી તરફ, ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી તથા બનાસકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 30 જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે વધુ એક સિસ્ટમ સક્રિય થવાને લીધે વરસાદની શક્યતા રહેશે. આ નવી સિસ્ટમ ક્ષેત્રે મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ થતાં, નર્મદા સહિત સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ખાસ વાત એ છે કે, અરેઠના મુજલાવ-બોધનથી પસાર થતી ખાડીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે.

આ સાથે જ વાવ્યા ખાડી પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે.  મુખ્ય મથક સુધી પહોંચવા માંડવી, અરેઠ, બારડોલી તાલુકાના લોકોએ 15 થી 20 કિમી ફેરાવો ફરવો પડશે.

Breaking News : અમદાવાદમાં મેકડોનાલ્ડમાં ઓર્ડર કરતા ગ્રાહકને વેજને બદલે નોનવેજ બર્ગર મળ્યુ, ગંદકીના લીધે કરાયુ સીલ, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">