મહારાષ્ટ્રના લોકોને મળશે દિવાળીની ભેટ, વેક્સીનનો એક ડોઝ લેનારાઓને દરેક જગ્યાએ આવવા-જવા પર છૂટ, આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી મહત્વની માહિતી

રાજેશ ટોપેએ કહ્યું પ્રતિબંધોમાં છૂટછાટ હોવા છતાં કોરોના સંક્રમણમાં કોઈ વધારો થયો નથી. આ બાબતોને ધ્યાનમાં રાખીને દિવાળી પછી રસીનો એક ડોઝ લેનારાઓને પણ દરેક જગ્યાએ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.

મહારાષ્ટ્રના લોકોને મળશે દિવાળીની ભેટ, વેક્સીનનો એક ડોઝ લેનારાઓને દરેક જગ્યાએ આવવા-જવા પર છૂટ, આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી મહત્વની માહિતી
Health Minister Rajesh Tope

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ (Corona in Maharashtra) ઝડપથી ઘટી રહ્યું છે. હાલમાં દરરોજ કોરોના સંક્રમિતોના નવા કેસ દોઢથી બે હજારની નજીક આવી રહ્યા છે. કોરોનાને કારણે થતાં મૃત્યુ પર પણ રોક લાગી છે. રાજ્યમાં હાલમાં 29,627 સક્રિય કેસ છે.

 

કોરોના રિકવરી રેટ પણ 97.38 ટકા છે. સૌથી મોટી રાહત એ છે કે પ્રતિબંધોમાં છૂટછાટ હોવા છતાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો નથી. આ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh Tope) એક મહત્વની માહિતી આપી છે.

 

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા રાજેશ ટોપેએ કહ્યું કે દિવાળી બાદ જે લોકોએ કોરોનાની રસીનો એક પણ ડોઝ લીધો છે તેમને દરેક જગ્યાએ જવાની મંજૂરી આપવામાં આવશે. તેઓ મુંબઈ લોકલ, મોલ અને અન્ય સ્થળોએ જઈ શકશે. દિવાળી બાદ કોરોના સંક્રમણનું નિરીક્ષણ કર્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવશે.

 

તેમણે કહ્યું કે લોકોની અસુવિધા દૂર કરવા માટે રસીનો એક પણ ડોઝ લેનારાઓને પણ ગમે ત્યાં આવવા જવાની મંજૂરી આપવામાં આવશે. જો કે, રાજેશ ટોપેએ એમ પણ કહ્યું હતું કે સીએમ ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) આ અંગે અંતિમ નિર્ણય લેશે.

 

‘અંતિમ નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લેશે’

મંદિરો અને થિયેટરો ખોલ્યા પછી પણ જો દિવાળી સુધી કોરોના સંક્રમણમાં વધારો દેખાશે નહીં તો છૂટછાટમાં વધારો કરવામાં આવશે, તે નિશ્ચિત છે. જો આરોગ્ય સેતુ એપમાં ‘સલામત’ સ્થિતિ દેખાય છે તો સંપૂર્ણ છૂટ આપવામાં આવશે. રાજેશ ટોપેએ કહ્યું કે દિવાળી પછી કોરોનાની સ્થિતિ અને આંકડાઓ પર ચર્ચા કર્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે.

 

‘ઝડપી રસીકરણને કારણે કોરોના નિયંત્રણમાં આવ્યો’

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણ પર ઘણી હદ સુધી નિયંત્રણ મેળવવામાં આવ્યું છે. રસીકરણની ઝડપને કારણે આ શક્ય બન્યું છે. દરરોજ કોરોનાના નવા કેસ ઘટીને દોઢ હજાર પર આવી ગયા છે. અહમદનગર જિલ્લામાં પરિસ્થિતિ થોડી ચિંતાજનક હતી, પરંતુ ત્યાં પણ શનિવારે 300થી ઓછા નવા કેસ નોંધાયા હતા.

 

અહીં કોરોનાની બીજી લહેર તેની સૌથી નીચી સપાટીને સ્પર્શી ગઈ છે. આ રીતે અહીં માત્ર 258 નવા કેસ નોંધાયા છે. રાજ્યના આંકડાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 26 કોરોના સંક્રમિતોના મોત નીપજ્યાં છે.  1,553 નવા કેસ સામે આવ્યા છે. 1,682 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે.

 

આ પણ વાંચો :  Maharashtra: ડુંગળી ફરી મોંઘી થઈ, દિવાળી સુધી ભાવ ઘટવાની આશા ઓછી, વરસાદમાં પાક ખરાબ થવાને કારણે વધી મોંઘવારી

 

Click on your DTH Provider to Add TV9 Gujarati