AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે જાણો છો? માત્ર ઘર ખરીદવા માટે જ નહિ ઘરના RENOVATION માટે પણ મળે છે HOME LOAN, જાણો તેના લાભ અને લોન મેળવવાની પ્રક્રિયા

જો તમે તમારા જૂના મકાનનું નવીનીકરણ(Home Renovation) કરવા માંગતા હોય તો પણ હોમ લોન(Home Loan) અથવા હોમ લોન ટોપ-અપ (Home Loan Top-Up)મેળવી શકાય છે.

શું તમે જાણો છો? માત્ર ઘર ખરીદવા માટે જ નહિ ઘરના RENOVATION  માટે પણ મળે છે HOME LOAN, જાણો તેના લાભ અને લોન મેળવવાની પ્રક્રિયા
Home Renovation Loan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 9:52 AM
Share

Home Renovation Loan: શું તમે જાણો છો કે હોમ લોન માત્ર ઘર ખરીદવા અથવા બનાવવા માટે જ મળે છે તે હકીકત નથી. જો તમે તમારા જૂના મકાનનું નવીનીકરણ(Home Renovation) કરવા માંગતા હોય તો પણ હોમ લોન(Home Loan) અથવા હોમ લોન ટોપ-અપ (Home Loan Top-Up)મેળવી શકાય છે. જો તમે ઘરનું રીનોવેશન કરવા માંગતા હો, તો તમે ફંડ માટે જૂની હોમ લોનને ટોપ-અપ કરી શકો છો. આ સિવાય પ્રોપર્ટી સામે લોન પણ લઈ શકાય છે.

નાણાકીય બાબતોના નિષ્ણાતો કહે છે કે હોમ લોન ટોપ-અપ વધુ સારો વિકલ્પ છે. આનું કારણ એ છે કે તેનો વ્યાજ દર ઓછો છે જ્યારે તે પ્રોપર્ટી લોન માટે વધુ વ્યાજ દર હોય છે. તે કિસ્સામાં પહેલા ઘરના નવીનીકરણ માટે બજેટ તૈયાર કરો. જુદા જુદા વિક્રેતાઓ પાસેથી ક્વોટેશન મેળવો અને તમારા હોમ લોન ધીરનારને તમામ દસ્તાવેજો સબમિટ કરો. હોમ રિનોવેશન લોન માટેની પ્રક્રિયા હોમ લોન જેવી જ છે. તમારે નવીનીકરણનો પુરાવો પણ રજૂ કરવો પડશે.

મિલકતની કિંમતના 100 ટકા સુધીની લોન મેળવી શકાય છે ઘરના રિનોવેશન, મોડીફાઇંગ, રિપેરિંગ માટે હોમ રિનોવેશન લોન લઇ શકાય છે. હોમ રિનોવેશન લોનની સુવિધાઓ વિશે વાત કરીએ તો, તે મિલકતના મૂલ્યના 90-100 ટકા સુધી હોઇ શકે છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ માટે ચુકવણીનો સમયગાળો પગારદાર વ્યક્તિ માટે મહત્તમ 30 વર્ષનો હોઈ શકે છે. સેલ્ફ એમ્પ્લોઇડ માટે આ 20 વર્ષ છે.

આ દસ્તાવેજોની જરૂરી પડશે જો તમે હોમ રિનોવેશન લોન માટે જરૂરી દસ્તાવેજો વિશે વાત કરો છો, તો રહેણાંક ID જરૂરી છે. આવકના પુરાવા, નવીનીકરણના દસ્તાવેજો અથવા ક્વોટેશન, એમ્પ્લોયરની વિગતો, છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ સાઇઝ ફોટો, લોન પ્રોસેસિંગ માટે કેન્સલેશન ચેક અને આધાર, પાન કાર્ડ જેવા દસ્તાવેજો જરૂરી છે.

લાંબા ગાળાની મુદ્દત વધુ હિતાવહ લાંબા સમય સુધી લોનની ચુકવણીની મુદત તમારી હોમ લોનની પાત્રતામાં વધારો કરે છે કારણ કે EMIની રકમ ઓછી હશે, જેનો અર્થ છે કે તેવી સંભાવના વધી જાય છે કે તમે સમયસર ચુકવણી કરી શકશો. ધિરાણકર્તાને તમને લોન આપવામાં જોખમ ઓછું લાગશે. આ હોમ લોન માટે તમારી પાત્રતામાં વધારો કરશે.

આ પણ વાંચો : Stock Market માં અકલ્પનિય તેજી યથાવત રહેશે કે આવશે ચોંકાવનારો ઘટાડો? જાણો શું છે નિષ્ણાંતનો અભિપ્રાય અને રોકાણકારો માટે સલાહ

આ પણ વાંચો : Rakesh Jhunjhunwala એ TATA Group ના આ Stock માં વધાર્યું રોકાણ, જાણો કંપનીએ 1 વર્ષમાં કેટલું આપ્યું છે રિટર્ન?

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">