Maharashtra Omicron Alert: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણે પકડી ગતિ, ઓમિક્રોનના 31 નવા કેસ, મુંબઈમાં 27 કેસની પુષ્ટિ

મહારાષ્ટ્રમાં નોંધાયેલા 31 ઓમિક્રોન કેસમાંથી 27 કેસ એકલા મુંબઈમાં નોંધાયા છે. આ ઉપરાંત થાણેમાંથી 2 કેસ, પૂણે ગ્રામીણ વિસ્તારમાં 1 કેસ અને અકોલામાંથી 1 કેસ નોંધાયો છે. એ જ રીતે મહારાષ્ટ્રમાં એક દિવસમાં 1,648 અને મુંબઈમાં 922 કોરોના કેસ નોંધાયા છે.

Maharashtra Omicron Alert: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણે પકડી ગતિ, ઓમિક્રોનના 31 નવા કેસ, મુંબઈમાં 27 કેસની પુષ્ટિ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 9:26 PM

Maharashtra Omicron Alert: મહારાષ્ટ્રમાં ઓમિક્રોન (Omicron Case in Maharashtra) અને કોરોનાનું સંક્રમણ ફરી એકવાર ઝડપથી વધી રહ્યું છે. રવિવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 31 નવા કેસ નોંધાયા છે. આ રીતે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા હવે વધીને 141 થઈ ગઈ છે. ઓમિક્રોનની જેમ મહારાષ્ટ્રમાં પણ કોરોના સંક્રમણમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. રવિવારે મહારાષ્ટ્રમાં 1,648 નવા કેસ નોંધાયા છે (Maharashtra Corona Update). 17 લોકોના મોત થયા છે. 918 લોકો કોરોનાથી સાજા થયા છે. હાલમાં રાજ્યમાં 9,813 સક્રિય કોરોના કેસ છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

મુંબઈમાં એક દિવસમાં 27 ઓમિક્રોન કેસ અને 922 કોરોના કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં નોંધાયેલા 31 ઓમિક્રોન કેસમાંથી 27 કેસ એકલા મુંબઈમાં નોંધાયા છે. આ ઉપરાંત થાણેમાંથી 2 કેસ, પૂણે ગ્રામીણ વિસ્તારમાં 1 કેસ અને અકોલામાંથી 1 કેસ નોંધાયો છે. દરમિયાન ઓમિક્રોનથી અત્યાર સુધીમાં 61 લોકો સાજા પણ થયા છે.

તેવી જ રીતે મુંબઈમાં પણ કોરોનાના કેસમાં અચાનક વધારો થયો છે. BMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રવિવારે સાંજે 6 વાગ્યા સુધી એક દિવસમાં 922 કોરોના કેસ નોંધાયા છે. આ સંખ્યા શનિવાર કરતા 165 વધુ છે. 326 લોકોને કોરોનામાંથી સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. હાલમાં મુંબઈમાં 4,295 એક્ટિવ કેસ છે. મુંબઈમાં છેલ્લા 13 દિવસથી કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.

મુંબઈમાં ઓમિક્રોન અને કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે

રવિવારે મહારાષ્ટ્રમાં 31 ઓમિક્રોન કેસ નોંધાયા હતા, જેમાંથી એકલા મુંબઈમાં 27 કેસ છે. આ ચિંતાનો વિષય છે. મુંબઈમાં ઓમિક્રોન અને કોરોનાનું સંક્રમણ ઝડપથી વધવા લાગ્યું છે. કોરોનાની વાત કરીએ તો 14 ડિસેમ્બરે 225 કોરોના દર્દીઓ સામે આવ્યા હતા. 19 ડિસેમ્બરે આ સંખ્યા વધીને 336 થઈ ગઈ હતી. 23 ડિસેમ્બરે સક્રિય કોરોના સંક્રમિતોની સંખ્યા 600 પર પહોંચી ગઈ હતી. 26 ડિસેમ્બર સુધીમાં આ આંકડો 922 પર પહોંચી ગયો.

મુંબઈમાં અત્યાર સુધીમાં 7,47,864 લોકોને કોરોનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રિકવરી રેટ હાલમાં 97 ટકા છે. મુંબઈ મ્યુનિસિપલ વિસ્તારમાં કોરોના વૃદ્ધિ દર 0.06 ટકા છે. એ જ રીતે કોરોના સંક્રમિતોની સંખ્યા બમણી થવાનો સમયગાળો 1139 દિવસનો છે.

અકોલામાં પણ ઓમિક્રોનની એન્ટ્રી

મુંબઈ, થાણે, પૂણે, પિંપરી-ચિંચવાડ, કલ્યાણ-ડોમ્બિવલી, ઔરંગાબાદ પછી હવે ઓમિક્રોન અકોલામાં પણ પ્રવેશી ચૂકી છે. દુબઈથી આવેલી એક મહિલા કોરોના સંક્રમિત મળી આવી હતી. હવે તે ઓમિક્રોનથી સંક્રમિત મળી આવી છે. 18 ડિસેમ્બરે આવેલા આ કોરોના પોઝિટિવ મહિલાના જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવ્યો છે અને આ મહિલા ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મહિલા હોમ આઈસોલેશનમાં છે.

આ પણ વાંચો: IND vs SA: કેએલ રાહુલનુ સેન્ચ્યુરિયન ટેસ્ટમાં શાનદાર શતક, 14 વર્ષનો ‘વનવાસ’ થયો સમાપ્ત

આ પણ વાંચો: ઓનલાઈન ચોરી રોકવામાં કામ આવે છે ‘S’ લેટર, વેબસાઈટ પર પેમેન્ટ કરતા પહેલા જરૂરથી ચેક કરો

g clip-path="url(#clip0_868_265)">