AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : ઉદ્ધવ સરકારે ભાજપની જન આશીર્વાદ યાત્રા અંગે અપનાવ્યું કડક વલણ, કોવિડ નિયમોના ઉલ્લંઘનની સાત FIR દાખલ

મુંબઈમાં કેન્દ્રીય પ્રધાન કપિલ પાટીલના (Kapil Patil) સમર્થનમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ભાજપના સેંકડો કાર્યકરોએ ભાગ લીધો હતો.

Maharashtra : ઉદ્ધવ સરકારે ભાજપની જન આશીર્વાદ યાત્રા અંગે અપનાવ્યું કડક વલણ, કોવિડ નિયમોના ઉલ્લંઘનની સાત FIR દાખલ
Mumbai Police (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 8:37 AM
Share

મુંબઈમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ, આ યાત્રામાં કોવિડ નિયમોનો (Covid Guidelines)ભંગ થતા ઉદ્ધવ સરકારે ભાજપની જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) અંગે કડક પગલું ભર્યું છે. ભાજપના કાર્યકરો સામે મુંબઈ શહેરના સાત પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સાત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.

સાત પોલીસ સ્ટેશનમાં FIR દાખલ 

ઉલ્લેખનીય છે કે,કાર્યકરો સામે શહેરના વિલે પાર્લે, ખેરવાડી, માહિમ, શિવાજી પાર્ક, દાદર ચેમ્બુર અને ગોવંડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. જોકે, અત્યાર સુધી પોલીસે (Mumbai Police) આ કેસમાં કોઈની ધરપકડ કરી નથી.

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલના (Kapil Patil) સમર્થનમાં મુંબઈમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 16 ઓગસ્ટે નીકળેલી આ યાત્રામાં ભાજપના સેંકડો કાર્યકરોએ ભાગ લીધો હતો.ઉપરાંત કેન્દ્રીય પ્રધાનનું શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ.

સંજય રાઉતે જન આશિર્વાદ યાત્રાને લઈને ભાજપ પર કર્યા પ્રહાર

શિવસેના સાંસદ સંજય રાઉતે જન આશિર્વાદ યાત્રાને લઈને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે,”માસ્ક વિના લોકોનું એકત્ર થવું અને જન આશીર્વાદ યાત્રામાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવું એ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા સમાન છે”. જેથી પોલીસની કાર્યવાહી વાજબી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ઉદ્ધવ સરકારના મંત્રી (Minister) દ્વારા પણ જન આશીર્વાદ યાત્રાને લઈને ભાજપ પર કટાક્ષ કર્યો હતો.અસલમ શેખે(Aslam Sheikh)  ભાજપની જન આશીર્વાદ યાત્રા પર પ્રહાર કરતા કહ્યું કે, “ભાજપના નેતાઓએ (BJP Leader) સમજવું જોઈએ કે કોરોનાનું સંક્રમણ યથાવત છે. તેથી કોઈ પણ રાજકીય કાર્યક્રમો કોરોનાને ખુલ્લા આમંત્રણ સમાન છે.”

સામાન્ય લોકોના સ્વાસ્થ્યને ખતરો : CM ઉદ્ધવ ઠાકરે 

ઉપરાંત CM ઉદ્ધવ ઠાકરે જણાવ્યું હતું કે, નિયમોનો ભંગ કરીને રાજકીય, સામાજિક, ધાર્મિક અને અન્ય કાર્યક્રમોનું (Program) આયોજન કરવાથી સામાન્ય લોકોના સ્વાસ્થ્યને (Health) ખતરો છે. પરંતુ કેટલાક લોકો આ સમજી શકતા નથી. વધુમાં જણાવ્યુ કે, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કોરોના નિયમોનું ઉલ્લંઘન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

આ પણ વાંચો: Maharashtra: મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને 25,000 રૂપિયાનો દંડ, ચંડીવાલ કમિટી સમક્ષ હાજર થયા ન હતા

આ પણ વાંચો:  બોલીવુડ કલાકાર Milind Soman એ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રન ફોર યુનિટીનો પ્રારંભ કર્યો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">