બોલીવુડ કલાકાર Milind Soman એ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રન ફોર યુનિટીનો પ્રારંભ કર્યો

વિવિધતામાં એકતાનો પ્રેરક સંદેશ આપતી તેમની આ રન ફોર યુનિટીના છેલ્લા ચરણમાં તા.21મી ઓગસ્ટના રોજ વડોદરાના 15 મેરેથોન રનર્સ કેવડિયા જઈને તેમની સાથે જોડાશે.

બોલીવુડ કલાકાર Milind Soman એ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રન ફોર યુનિટીનો પ્રારંભ કર્યો
Bollywood Actor milind soman launched run for unity from mumbai to the statue of unity
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 7:54 PM

ભારતીય ફિલ્મ જગત બોલીવુડના જાણીતા અદાકાર,નામાંકિત મોડેલ અને પ્રખર સ્વાસ્થ્ય પ્રેમી મિલિન્દ સોમણે(Milind Soman)  મુંબઈના ઐતિહાસિક શિવાજી ચોક થી કેવડિયા – સ્ટેચ્યુ ઓફ યુનિટી( Statue Of India) સુધીની રાષ્ટ્રીય એકતા દોડનો પ્રારંભ કર્યો છે.

વિવિધતામાં એકતાનો પ્રેરક સંદેશ આપતી તેમની આ રન ફોર યુનિટી(Run For Unity) ના છેલ્લા ચરણમાં તા.21મી ઓગસ્ટના રોજ વડોદરાના 15 મેરેથોન રનર્સ કેવડિયા જઈને તેમની સાથે જોડાશે.

મિલિન્દ સોમણ તા.૨૧ મી ના રોજ પ્રતાપ નગરથી નર્મદા જિલ્લામાં પ્રવેશી સ્ટેચ્યુ ખાતે જશે. તે સમયે વડોદરા મેરેથોનના  પ્રણવ રાય અને 15 ધાવકોનું જૂથ તેમની સાથે 25 કિલોમીટર દોડી તેમનું આગવી રીતે સ્વાગત કરશે અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાના તેમના ધ્યેયને પીઠબળ આપશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પીએમ મોદીએ રજવાડાં જોડીને અખંડ ભારતનું શિલ્પ ઘડનારા સરદાર સાહેબને સાર્થક અંજલિ આપવા,વિશ્વમાં અજોડ ગણાય તેવા સ્મારકના રૂપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી – સરદાર પ્રતિમાનું કેવડીયામાં નિર્માણ કરાવ્યું છે.ભૂતકાળમાં તેને હાર્દમાં રાખીને અનેકવાર રાષ્ટ્રીય એકતા નો સંદેશ આપતી રન ફોર યુનિટીનું આયોજન વિવિધ સંસ્થાઓએ કર્યું છે જેમાં મહાનુભાવો અને લોકો ઉત્સાહભેર જોડાયાં છે.

તેની જ એક કડી જેવી આ દોડ યાત્રાનું આયોજન સોમણે એકતા અને સંવાદિતાને મજબૂત કરવાના હેતુસર અને વિવિધતામાં એકતાનો સંદેશ આપવા કર્યું છે.રાજ્ય સરકારે માર્ગમાં આવતા પ્રત્યેક જિલ્લાના પ્રવેશ સ્થળે એકતા માટેના ધાવક શ્રી સોમણ નું ઉષ્માભર્યું સ્વાગત કરવાનું આયોજન કર્યું છે.

દોડના અંતિમ ચરણમાં તેમની સાથે દોડનારા વડોદરા મેરેથોનના દોડવીરોમાં હિના,પ્રદીપ, સચિન, પૂજા,પ્રજ્ઞેશ,સ્વપ્નિલ, નિશીથ, નિકી જોશી, અલ્તાફ પઠાણ, અમન પટેલ,રાજેન્દ્ર સિંઘ,નરેન્દ્ર ડોગરા, અજય તિવારી, નિકુંજ ખોખરીયા અને પવન રાય નો સમાવેશ થાય છે તેમ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી વિજય પટણીએ જણાવ્યું છે.

આ પણ વાંચો :  Health Tips : આંખોની રોશની વધારવા તમારા ડાયટમાં સામેલ કરો આ જ્યૂસ

આ પણ વાંચો : Surat માં હવે કોર્પોરેશન ઈલેક્ટ્રિક બસ દોડાવવા તરફ આગળ વધી, બીજી 100 બસ લાઈનમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">