AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IKEA Store : આજે દક્ષિણ મુંબઈમાં ખુલશે IKEAનો સ્ટોર, દેશનો પ્રથમ નાના કદનો સ્ટોર

સ્વીડિશ કંપનીએ કહ્યું,મુંબઈમાં પણ નાના કદના સ્ટોર્સ ખુલશે. અગાઉ, Ikea પેરિસ, મોસ્કો અને શાંઘાઈ જેવા શહેરોમાં સમાન સ્ટોર ખોલી ચૂકી છે.

IKEA Store : આજે દક્ષિણ મુંબઈમાં ખુલશે IKEAનો સ્ટોર, દેશનો પ્રથમ નાના કદનો સ્ટોર
IKEA Store
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 10:13 AM
Share

IKEA Store : એક કંપની જે વિશ્વભરમાં શ્રેષ્ઠ ફર્નિચર (Furniture)વેચે છે, આજે મુંબઈમાં દેશનો પ્રથમ નાના કદનો સ્ટોર ખોલશે. Ikeaનો પ્રથમ સિટી સ્ટોર આજે મુંબઈના વર્લીમાં ખુલશે. સ્વીડિશ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, કંપની બેંગ્લોર (Bangalore)માં નાના કદના સ્ટોર પણ ખોલશે. ગયા વર્ષે નવી મુંબઈમાં મોટો સ્ટોર ખોલ્યા પછી, IKEA એ મુંબઈના વર્લી (Worli) વિસ્તારમાં કમલા મિલ્સ ખાતે એક નાનો સિટી સ્ટોર (City Store) ખોલ્યો છે. તમને જણાવી દઈએ કે IKEA એ 2018 માં હૈદરાબાદમાં તેનો પહેલો સ્ટોર ખોલ્યો હતો. જે બાદ 2020માં મુંબઈમાં ખોલવામાં આવ્યો હતો.

આ પહેલા Ikea પેરિસ, મોસ્કો અને શાંઘાઈ જેવા શહેરોમાં આવા જ સ્ટોર ખોલી ચૂકી છે. વર્લી  (Worli)સિટી સ્ટોર પછી મુંબઈમાં બીજો સિટી સ્ટોર ખોલશે. હાલમાં, Ikeaનું સમગ્ર ધ્યાન મુંબઈ (Mumbai)પર છે. આવતા વર્ષે ઘણા વધુ સ્ટોર્સ ખોલવામાં આવશે. વર્લીનો આ સ્ટોર 80,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે.

Ikeaનો સ્ટોર અહીં પણ ખુલી રહ્યો છે

Ikeaએ વિશ્વની સૌથી મોટી ફર્નિચર રિટેલર કંપની છે. કંપનીનું નેટવર્ક ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. કંપની ફર્નિચર તેમજ ઈ-કોમર્સ સહિતના ઘણા મોટા ક્ષેત્રોમાં તેની પકડ મજબૂત કરી રહી છે. Ikeaનો સ્ટોર નોઈડામાં પણ ખુલી રહ્યો છે. આ માટે નોઈડા ઓથોરિટીએ કંપનીને જમીન ફાળવી છે. Ikeaનો ફર્નિચર સ્ટોર નોઈડાના સેક્ટર 51માં ખુલશે. આ માટે કંપનીને લગભગ 3300 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. તેની કિંમત લગભગ 850 કરોડ રૂપિયા છે.

આનાથી રાજ્યમાં આશરે રૂ. 5000 કરોડનું રોકાણ થશે. આ સાથે એક હજારથી વધુ લોકોને રોજગારી પણ મળશે. Ikea કહે છે કે, આ પ્રોજેક્ટ 2025 સુધીમાં પૂર્ણ થશે. મતલબ કે નોઈડા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ પણ 2025માં IKEA સ્ટોર્સ પર ખરીદી કરી શકશે.

તેના કર્મચારીની જાસૂસી કરવી ભારે પડી

વિશ્વની સૌથી મોટી ફર્નિચર રિટેલર IKEAને તેના કર્મચારીઓની જાસૂસી કરવી ભારે પડી. આ વર્ષે જૂનમાં ફ્રાન્સની અદાલતે Ikeaને $1.2 મિલિયનનો દંડ ફટકાર્યો હતો. વિશ્વની સૌથી મોટી ફર્નિચર કંપનીઓમાંની એક Ikeaને ફ્રાન્સમાં યુનિયનના પ્રતિનિધિઓ, કર્મચારીઓ અને કેટલાક ગ્રાહકોની જાસૂસી કરવા બદલ એક મિલિયન યુરોથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ રીતે જાસૂસી થઈ

વર્સેલ્સ કોર્ટના ન્યાયાધીશોએ શોધી કાઢ્યું હતું કે, Ikeaની ફ્રેન્ચ પેટાકંપનીએ 2009 અને 2012 ની વચ્ચે ભૂલ કરનારા કામદારોને અલગ કરવા અને ગ્રાહકોની ફરિયાદોને ટ્રેક કરવા માટે જાસૂસીનો ઉપયોગ કર્યો હતો. ટ્રેડ યુનિયનો આક્ષેપ કરે છે કે Ikea ફ્રાન્સે છેતરપિંડીપૂર્ણ માધ્યમો દ્વારા વ્યક્તિગત ડેટા એકત્રિત કર્યો, જેમ કે ગેરકાયદેસર રીતે પોલીસ ફાઇલો મેળવવા અને વ્યક્તિગત માહિતી ગેરકાયદેસર રીતે જાહેર કરવી. Ikea ફ્રાન્સના વકીલોએ, જોકે, કંપની પાસે “સામાન્ય રીતે જાસૂસી” યુક્તિઓ હોવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો : CDS બિપિન રાવતના સ્ટાફને છોડીને ડિવિઝન ઓફિસરની કમાન સંભાળવાના હતા Brigadier Lidder

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">