AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi Special Train: હોળી પર ઘરે જવા માટે મળશે કન્ફર્મ ટીકીટ, સેન્ટ્રલ રેલવે હોળીના તહેવારને લઈને ચલાવશે સ્પેશીયલ ટ્રેન

હવે હોળી પર પોતાના ઘરે જતા મુસાફરોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ભારતીય રેલવેએ મોટાભાગના રૂટ પર હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.

Holi Special Train: હોળી પર ઘરે જવા માટે મળશે કન્ફર્મ ટીકીટ, સેન્ટ્રલ રેલવે હોળીના તહેવારને લઈને ચલાવશે સ્પેશીયલ ટ્રેન
Indian Railways will run Holi special trains
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 8:01 PM
Share

હોળીનો (Holi 2022) તહેવાર છે અને ઉજવણીની તૈયારીઓ ચારેબાજુ ચાલી રહી છે. હોળી પહેલા જ રંગો અને ગુલાલના તહેવારોની તસવીરો જોવા મળવા લાગી છે. તહેવારના અવસર પર દરેક વ્યક્તિ પોતાના પ્રિયજનો સુધી પહોંચીને તહેવારની ઉજવણી કરવા માંગે છે. ત્યારે ભારતીય રેલવે હોળી સ્પેશીયલ ટ્રેનો ચલાવે છે. જેનાથી દરેક વ્યક્તિ પોતાના પરીવાર પાસે તહેવાર ઉજવવા માટે પહોંચી શકે. હોળીના અવસર પર સેન્ટ્રલ રેલવેએ મુંબઈના લોકોને ભેટ આપી છે. મધ્ય રેલવે હોળીના અવસર પર મુંબઈથી (Mumbai) પુણે સુધી 14 વધારાની ટ્રેનો દોડાવી રહી છે. હોળીના અવસર પર મુસાફરોની સરળ અને સુખરૂપ અવરજવર માટે મધ્ય રેલવે દ્વારા મુંબઈ-મઉ, પુણે-કરમાલી, પનવેલ-કરમાલી અને મુંબઈ-દાનાપુર વચ્ચે 14 વધારાની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે અને મુંબઈ અને જયનગર વચ્ચે 4 સ્પેશિયલ ટ્રેનો ચલાવશે.

1. પુણે-કરમાલી-પુણે

ટ્રેન નંબર 01011 સ્પેશિયલ ટ્રેન પુણેથી 11.03.2022 અને 18.03.2022ના રોજ 17.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.00 કલાકે કરમાલી પહોંચશે. ટ્રેન નંબર 01012 સ્પેશિયલ કરમાલીથી 13.03.2022 અને 20.03.2022ના રોજ 09.20 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.35 કલાકે પુણે પહોંચશે.

2. પનવેલ-કરમાલી-પનવેલ

ટ્રેન નંબર 01013 વિશેષ ટ્રેન 12.03.2022 અને 19.03.2022 ના રોજ પનવેલથી 22.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.00 કલાકે કરમાલી પહોંચશે. 01014 વિશેષ ટ્રેન 12.03.2022 અને 19.03.2022 ના રોજ 09.20 કલાકે કરમાલીથી ઉપડશે અને તે જ દિવસે 20.00 કલાકે પનવેલ પહોંચશે.

3. મુંબઈ-દાનાપુર

ટ્રેન નંબર 01015 સ્પેશિયલ લોકમાન્ય તિલક ટર્મિનસથી 15.03.2022 અને 22.03.2022ના રોજ 10.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 17.15 કલાકે દાનાપુર પહોંચશે. ટ્રેન નંબર 01016 સ્પેશિયલ દાનાપુરથી 16.03.2022 અને 23.03.2022ના રોજ 20.25 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 03.35 કલાકે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે.

4. મુંબઈ – જયનગર

ટ્રેન નંબર 05562 વિશેષ ટ્રેન લોકમાન્ય તિલક ટર્મિનસથી તારીખ 25.03.2022 અને 01.04.2022 ના રોજ 00.15 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દીવસે 15.00 વાગ્યે જયનગર પહોચશે.

ટ્રેન નંબર 05561 વિશેષ ટ્રેન તારીખ 22.03.2022 અને 29.03.2022 ના રોજ જયનગરથી  23.50 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દીવસે 13.00 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોચશે.

આ ટ્રેન કલ્યાણ, ઇગતપુરી, નાશિક રોડ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય જં., બક્સર, આરા, પટના, બરૌની, સમસ્તીપુર અને દરભંગા સ્ટેશનો પર સ્ટોપ કરશે.

આ પણ વાંચો :  Maharashtra Child Vaccination: મુંબઈ, પૂણે સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ, અનેક અડચણો પણ સામે આવી

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">