ગુજરાત બાદ મહારાષ્ટ્રના 2 દિવસના પ્રવાસ પર અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી કિલન્ટન, ઔરંગાબાદની લેશે મુલાકાત
હિલેરી ક્લિન્ટન 7 ફેબ્રુઆરીએ અમદાવાદથી ખાનગી વિમાનથી ઔરંગાબાદના એરપોર્ટ પર ઉતરશે. અહીં તે ધ્યાન ફાર્મસ, શહાજતપુર જશે. 8 ફેબ્રુઆરીએ તે ઘૃષ્ણેશ્વર મંદિર અને વેરૂલ ગુફા જશે. 9 ફેબ્રુઆરીએ તે પરત ફરશે.
અમેરીકાના પૂર્વ વિદેશપ્રધાન અને 1993થી 2003 સુધી અમેરિકાના ફર્સ્ટ લેડી રહી ચૂકેલા હિલેરી ક્લિન્ટન આજથી બે દિવસ માટે મહારાષ્ટ્રના ઔરંગાબાદના પ્રવાસ પર છે. આ પ્રવાસ દરમિયાન તે વેરૂલ ગુફા અને ઘૃષ્ણેશ્વર મંદિર જશે. આ માટે તેઓ બે દિવસમાં ખુલતાબાદ તહસીલમાં રહેશે. આ દરમિયાન તેમને Z+ સુરક્ષા આપવામાં આવશે.
હિલેરી ક્લિન્ટન (Hillary Clinton) 7 ફેબ્રુઆરીએ અમદાવાદથી ખાનગી વિમાનથી ઔરંગાબાદના એરપોર્ટ પર ઉતરશે. અહીં તે ધ્યાન ફાર્મસ, શહાજતપુર જશે. 8 ફેબ્રુઆરીએ તે ઘૃષ્ણેશ્વર મંદિર અને વેરૂલ ગુફા જશે. 9 ફેબ્રુઆરીએ તે પરત ફરશે.
આ દરમિયાન એરપોર્ટથી શહેર સુધી તેમને સિટી પોલીસની સુરક્ષા મળશે. ગ્રામીણ વિસ્તારમાં ગ્રામીણ પોલીસની સુરક્ષા રહેશે. ગ્રામીણ પોલીસ દળમાં 100થી વધારે કર્મચારી અને 10થી 15 પોલીસ અધિકારી તૈનાત કરવામાં આવશે. રસ્તા પર, તેમના રોકાવાની જગ્યા પર, વેરૂલ ગુફા અને ઘૃષ્ણેશ્વર મંદિર જેવી જગ્યાઓ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: હવે પોણા બે કલાકમાં જ પહોંચી જવાશે યાત્રાધામ શિરડી, 15 માર્ચથી અમદાવાદ-નાસિકની ફ્લાઇટ શરુ
હિલેરી ક્લિન્ટન બુધવારે વેરૂલ ગુફા અને ઘૃષ્ણેશ્વર મંદિર જશે
હિલેરી ક્લિન્ટન (Hillary Clinton) એક ફાર્મ હાઉસમાં બે દિવસ માટે રોકાશે. બુધવારે તે દિવસભર વિશ્વમાં પ્રખ્યાત વેરૂલ ગુફા અને શ્રી ઘૃષ્ણેશ્વર મંદિર જશે. આ કારણથી ફાર્મ હાઉસ અને ગુફા પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશેની માહિતી રાજ શિષ્ટાચાર વિભાગના ડેપ્યુટી કલેક્ટર સંગીતા ચવ્હાણે આપી.
હિલેરી ક્લિન્ટનને મળશે Z+ સુરક્ષા
આ પ્રવાસ દરમિયાન વેરૂલ વિસ્તારમાં શહાજતપુરના ધ્યાન ફાર્મ હાઉસમાં હિલેરી ક્લિન્ટનનું આગમન થશે. ત્યાં એક પોલીસ ઈન્સ્પેક્ટર, એક એક સબ ઈન્સ્પેક્ટર, 20 પોલીસ કર્મચારી, 5 મહિલા પોલીસ કર્મચારી સુરક્ષામાં તૈનાત હશે. ગુફા અને મંદિર પરિસરમાં લગભગ 150 અધિકારી-કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે.
સોમવારે બપોરથી જ આ ફાર્મ હાઉસના આસપાસના વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીંથી પસાર થતા દરેક લોકોની તપાસ અને પુછપરછ કરવામાં આવી રહી છે. હિલેરી ક્લિન્ટનની આજુબાજુ Z+ સુરક્ષા રહેશે. હિલેરી ક્લિન્ટનની સુરક્ષાને લઈને દરેક અધિકારી અને જવાન સંપૂર્ણ રીતે સતર્ક છે. તેમની સુરક્ષામાં કોઈ કમી ન રહે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.