AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar: પાટડીના રણમાં અગરિયા મહિલાઓના પરિશ્રમની સ્ટોરી સાંભળી હિલેરી ક્લિન્ટન બન્યા નતમસ્તક, 50 મિલિયન ડોલરના દાનની કરી જાહેરાત

પછાત મહિલાઓના વિકાસ માટે ક્લિન્ટન ફાઉન્ડેશનમાંથી અગરિયા પરિવારના વિકાસ માટે 50 મિલિયન ડોલરની જાહેરાત પણ કરી હતી. હિલેરી ક્લિન્ટને અગરિયાઓને રણમા પડતી તકલીફો અને સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પણ હાજર રહ્યા હતા

Surendranagar: પાટડીના રણમાં અગરિયા મહિલાઓના પરિશ્રમની સ્ટોરી સાંભળી હિલેરી ક્લિન્ટન બન્યા નતમસ્તક, 50 મિલિયન ડોલરના દાનની કરી જાહેરાત
હિલેરી ક્લિન્ટને લીધી પાટડીમાં અગરિયા મહિલાઓની મુલાકાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 12:56 PM
Share

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાના રણમાં મોટાપાયે અગરિયાઓ દ્વારા મીઠુ પકવવામાં આવે છે. અગરિયાઓ રાત દિવસ તનતોડ મહેનત કરી મીઠાનું ઉત્પાદન કરે છે. ત્યારે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અગરિયાનો સંઘર્ષ જોવા કૂડા રણમાં આવ્યાં હતા અહીં તેમને મહિલાઓના હાથે મીઠુ પકવવાની આખી પ્રોસેસ જાણી હતી.

આ સાથે તેમને પછાત મહિલાઓના વિકાસ માટે ક્લિન્ટન ફાઉન્ડેશનમાંથી અગરિયા પરિવારના વિકાસ માટે 50 મિલિયન ડોલરની જાહેરાત પણ કરી હતી. હિલેરી ક્લિન્ટને અગરિયાઓને રણમા પડતી તકલીફો અને સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પણ હાજર રહ્યા હતા અને તેમને અગરિયાઓની સમસ્યા અંગે હિલેરી ક્લિન્ટનને જરૂરી માહિતી આપી હતી.

ભારતીય પોશાકમાં હિલેરી ક્લિન્ટન પહોંચ્યા  પાટડીમાં

ગુલાબી રંગના ડ્રેસમાં હિરેલી ક્લિન્ટન પાટડીના  રણમાં પહોંચ્યા હતા અને તેમણે  હાથમાં મીઠું લઇને  મીઠું પકવાવની સમગ્ર પ્રક્રિયા  અંગે માહિતી મેળવી હતી. હાલમાં શિયાળામાં તાપમાન 30થી 35 ડિગ્રી રહેતું હોય તેવા સમયમાં તેમજ ઉનાળાની આકરી ગરમીમાં મીઠું પકવતી મહિલાઓના પરિશ્રમ સામે તેઓ નતમસ્તક થઈ ગયા હતા. અગરિયાઓ અપાર મુશ્કેલીઓ વચ્ચે જે રીતે મીઠું પકવે છે તે પ્રક્રિયાને તેમણે બિરદાવી હતી.

રણમાં 24 કલાક વીજળી માટે સોલાર પ્લાન્ટ ઊભા કરવા અંગેનો સૂચનો પણ અગરિયાઓ પાસેથી મેળવ્યા હતા. હિલેરી ક્લિન્ટને અગરિયા પરિવારના વિકાસ તરફ કદમ ભરવા અંગે વિચાર વ્યક્ત કર્યો હતો. સાથે જ મહિલાઓના હાથે મીઠું મુઠ્ઠીમાં લઈને તેને પકવવાની આખી પ્રોસેસ જાણી હતી અને અગરિયાઓ સાથે બે કલાક જેટલો સમય ગાળ્યો હતો. અમેરિકાનાં પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને અગરિયાનો ઝીરો બીએચકે બંગલાનું નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતની બે દિવસની મુલાકાતે હતા હિલેરી ક્લિન્ટન

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ગઈ રવિવારથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવ્યા હતા. હિલેરી ક્લિન્ટને રવિવારે સેલ્ફ-એમ્પ્લોઇડ વુમન્સ એસોસિએશન (SEWA)ના સ્થાપક સ્વ. ઇલા ભટ્ટને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદમાં લોકમાન્ય તિલક બાગની મુલાકાત લીધી હતી. તેમણે 2022 માં આ બગીચામાં ઇલા ભટ્ટ દ્વારા વાવેલા વડના વૃક્ષની નજીક બનેલા સ્મારક પાસે કહ્યું કે “મારી મિત્ર ઇલાબેનની આ અદ્ભુત સ્મૃતિ બનાવવા જેમણે મહેનત કરી છે તેમણે દેશ અને વિશ્વની મહિલાઓને ઉત્થાન માટે પણ ખૂબ મહેનત કરી છે.”

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">