મુંબઈમાં હાઈ એલર્ટ, ખાલિસ્તાની આતંકવાદીઓ કરી શકે છે હુમલો; તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર સંભવિત આતંકી હુમલાને લઈને તમામ પોલીસકર્મીઓની રજાઓ અને સાપ્તાહિક રજાઓ રદ કરવામાં આવી છે.

મુંબઈમાં હાઈ એલર્ટ, ખાલિસ્તાની આતંકવાદીઓ કરી શકે છે હુમલો; તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ
Maharashtra Police (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 7:33 PM

કોરોના વાયરસના (Corona virus) નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron) સંકટ વચ્ચે દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)ફરી એકવાર આતંકવાદીઓના ઓછાયા હેઠળ છે. સંભવિત આતંકી હુમલાને જોતા મુંબઈના તમામ પોલીસકર્મીઓની (Mumbai Police) રજાઓ રદ્દ કરવામાં આવી છે.

રાષ્ટ્રીયસ્તરની સમાચાર સંસ્થાએ મુંબઈ પોલીસને ટાંકીને અહેવાલમાં કહ્યું છે કે, એવી માહિતી મળી હતી કે ખાલિસ્તાની આતંકી તત્વો (Khalistani terrorists) શહેરમાં આતંકવાદી હુમલા કરી શકે છે, જેના પછી મુંબઈ પોલીસ એલર્ટ પર છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર તમામ પોલીસકર્મીઓની રજાઓ અને સાપ્તાહિક રજાઓ રદ કરવામાં આવી છે અને મુંબઈમાં તૈનાત દરેક પોલીસકર્મી ફરજ પર રહેશે.

મુંબઈ રેલવે પોલીસ (Mumbai Railway Police) કમિશનર કૈસર ખાલિદે જણાવ્યું હતું કે મુંબઈમાં એલર્ટને (Alert in Mumbai) ધ્યાનમાં રાખીને શહેરના મુખ્ય સ્ટેશનો, દાદર, બાંદ્રા, ચર્ચગેટ, સીએસએમટી, કુર્લા અને અન્ય સ્ટેશનો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે 3000 થી વધુ રેલ્વે સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવામાં આવશે. મુંબઈના મહત્વના રેલ્વે સ્ટેશનોએ સધન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મીડિયાના અહેવાલમાં ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલને (Home Minister Dilip Walse Patil ) ટાંકીને કહેવામાં આવ્યું છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મુંબઈમાં કોવિડ-19ની ત્રીજી લહેર મુંબઈમાં દેખાવા લાગી છે. શહેરમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની અસર પણ વધી રહી છે. જે બાદ હવે સાવચેતીના ભાગરૂપે મુંબઈ પોલીસે અહીં કલમ 144 લગાવી દીધી છે.

મુંબઈમાં ચાર લોકોના એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ છે. સ્વાભાવિક છે કે આ વખતે મુંબઈમાં નવા વર્ષની ઉજવણી ફિક્કી પડશે. મુંબઈમાં કલમ 144 આગામી 7 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. હવે નવા વર્ષ નિમિત્તે ઇન્ડોર અને આઉટડોર સેલિબ્રેશન ઉપર પણ પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચોઃ

NCP વડાનું બદલાયેલુ વલણ: અત્યાર સુધી વિપક્ષ પર પ્રહાર કરતા શરદ પવારે PM મોદીના બે મોઢે કર્યા વખાણ

આ પણ વાંચોઃ

Mumbai : કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે BMC એક્શનમાં, UAE થી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નિયમો કડક કરવામાં આવ્યા

g clip-path="url(#clip0_868_265)">