CCTV Video: મુંબઈ લોકલ ટ્રેન સામે અચાનક એક મહિલા ઊભી રહી, મોટરમેને રોકી ચાલતી ટ્રેન, જુઓ વિડીયો
પ્લેટફોર્મ પર ફરજ બજાવતા GRP પોલીસ કર્મચારી દોડી ગયા અને મહિલાને ટ્રેક પરથી હટાવીને બચાવી
સમગ્ર જીવન દરમ્યાન ન જાણે કેટલીય મુશ્કેલીઓનો સામનો કર્યો. પરંતુ જ્યારે આજે જીવન પોતે જ મુશ્કેલી બની ગયું છે, તો તેને કેવી રીતે પાર પાડવું ? જ્યારે આ પ્રશ્ન ઉઠે છે, આવી કપરી સ્થિતિમાં માણસ ન કરવાનું કરી બેસે છે. આવી જ એક 60 વર્ષની મહિલાએ જીવનથી નિરાશ થઈને એક મોટું પગલું ભર્યું.
મુંબઈને અડીને થાણે જિલ્લામાં વસઈ રોડ નામનું રેલવે સ્ટેશન છે. ત્યાં જઈને આ વૃદ્ધ મહિલા સામેથી આવતી મુંબઈ લોકલ ટ્રેનના પાટા પર ઊભી રહી ગઈ. મોટરમેને તત્પરતા બતાવી અને ટ્રેન રોકી. રેલવે પોલીસના એક કર્મચારીએ દોડીને મહિલાને પાટા પરથી હટાવી હતી.
સંબંધિત મહિલા મુંબઈને અડીને આવેલા નાલાસોપારાની રહેવાસી છે. પતિ થોડા વર્ષો પહેલા મૃત્યુ પામ્યો હતો. પુત્ર તેમને છોડીને પૂણેમાં રહે છે. એટલે કે, આ 60 વર્ષીય અમ્માએ પોતાના દીકરાને નાનાથી ઉછેર્યો, પોતાના પગ પર ઉભો કર્યો, પતિની સંભાળ લીધી, પરિવાર માટે પોતાનું જીવન વિતાવ્યું. પોતાના માટે કઈજ વિચાર્યું નહીં. હંમેશા પતિનો વિચાર કર્યો, પુત્રનો વિચાર કર્યો. પતિ દુનિયા છોડી દિધી તો દીકરો ઘર છોડી ગયો!
તેથી, જીવનથી નિરાશ થઈને, આ મહિલાએ પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો. તે વસઈ રોડ રેલવે સ્ટેશન પર દહાણુથી અંધેરી મુંબઈ લોકલ ટ્રેન સામે ટ્રેક પર ઉભી હતી. પરંતુ મોટરમેને તેમને જોઈને તરત જ ગાડી રોકી. આ પછી, રેલવે પોલીસનો એક કર્મચારી પ્લેટફોર્મ પરથી દોડી ગયો અને મહિલાને પકડીને પાટા પરથી દૂર કરી. આ ઘટના શનિવારે સવારે 10.01 વાગ્યે બની હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
આ વૃદ્ધ મહિલા અચાનક રેલવે ટ્રેક પર આવી ત્યારે મોટરમેને ગાડી રોકી અને હોર્ન વગાડ્યું. આ જોઈને પ્લેટફોર્મ પર ફરજ બજાવતા GRP પોલીસ કર્મચારી એકનાથ નાઈક દોડી ગયા અને મહિલાને ટ્રેક પરથી હટાવીને બચાવી. રેલવે પોલીસે મહિલાને વૃદ્ધાશ્રમમાં મોકલી છે.
જુઓ વિડીયો
मोटरमनच्या प्रसंगावधानामुळे वसई रोड रेल्वे स्थानकात एका 60 वर्षीय महिलेला जीवदान मिळाले आहे. पतीनिधनाचे दुःख आणि परगावी राहणारा मुलगा या कारणांमुळे आलेल्या नैराश्यातून महिला आयुष्य संपवण्याच्या तयारीत होती. pic.twitter.com/JiWE9c65HL
— Anish Bendre (@BendreAnish) September 12, 2021
આ પણ વાંચો: Viral : એક વ્યક્તિએ સોનાના આભૂષણોમાંથી બનાવ્યુ ડો. એપીજે અબ્દુલ કલામનું ચિત્ર, લોકોએ કહ્યુ “ક્યા ટેલેન્ટ હૈ”