Maharashtra Rain: મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી મુશળધાર વરસાદની આગાહી, 2 જુલાઈથી તીવ્રતા વધશે
શુક્રવારે સવારથી મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. મુંબઈ ઉપરાંત કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ છે. કોંકણના રત્નાગીરી, રાયગઢ અને સિંધુદુર્ગ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. મહાબળેશ્વરમાં છેલ્લા 24 કલાકમાં 118 મીમી વરસાદ નોંધાયો છે.
Mumbai: આગામી 5 દિવસ સુધી મહારાષ્ટ્રમાં જુદા-જુદા જીલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની (Heavy Rain) આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, 2 જુલાઈથી વરસાદનો નવી ઈનિંગ શરૂ થશે અને વરસાદની તીવ્રતા વધશે. મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાણી ભરાવાને કારણે 10થી 15 કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી ગઈ છે. પુણેમાં રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. નાશિકમાં ભારે વરસાદને કારણે ડુંગળીના પાકમાં નુકશાન થયું છે.
ડેમમાં પાણી વધતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા
રાયગઢના બીરવાડીમાં ખડક ખસી જવાને કારણે ત્રણ ગામોનો સંપર્ક તૂટી ગયો છે. રત્નાગીરીના ઘેડમાં જગબુડી નદીનું પાણી ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. રત્નાગીરીના સંગમેશ્વરમાં જ 29 ગામોમાં ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરતા ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભંડારાના ગોસીખુર્દ ડેમમાં પાણી ભરાતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે.
4 અને 5 જુલાઈએ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈમાં 3 દિવસ સુધી સૌથી વધુ વરસાદ પડશે. ખાસ કરીને 4 અને 5 જુલાઈએ ભારે વરસાદ ખાબકશે. મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થયું છે પરંતુ મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. આ જ કારણ છે કે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કૃષિ મંત્રી અબ્દુલ સત્તારે ખેડૂતોને 100 મીમી વરસાદ ન થાય ત્યાં સુધી વાવણી શરૂ ન કરવાની અપીલ કરી છે.
30/6: ☔☔A fresh spell of heavy to very heavy rainfall likely over south Peninsular India from 2 July, 2023.
🚩Subdivision wise all India severe weather warnings Orange / Yellow, issued from 30 Jun to 4 July 2023. pic.twitter.com/JOMjkaj26U
— K S Hosalikar (@Hosalikar_KS) June 30, 2023
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં 3 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, મુંબઈ, થાણે, પૂણે, સહિતના વિસ્તારો એલર્ટ પર
આવી સ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની પુણે શાખાના વડા કેએસ હોસાલિકરે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે આગામી 5 દિવસ સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે.
મુંબઈ, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ
મહારાષ્ટ્રમાં વરસાદ તેની સાથે જોડાયેલા દક્ષિણ ભારતના વિસ્તારોને પણ અસર કરશે. શુક્રવારે સવારથી મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. મુંબઈ ઉપરાંત કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ છે. કોંકણના રત્નાગીરી, રાયગઢ અને સિંધુદુર્ગ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. મહાબળેશ્વરમાં છેલ્લા 24 કલાકમાં 118 મીમી વરસાદ નોંધાયો છે. પશ્ચિમ વિસ્તારમાં કોયના, નાવજા, તપોલા, બામનોલી, મહાબળેશ્વરમાં સતત વરસાદ ચાલુ છે. નદી, નાળા અને ડેમ પાણીથી ભરાઈ ગયા છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો