AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારની ખાતરી છતાં ફફડાટ… ઈરાન વિવાદ વચ્ચે રસોડામાં ‘ઇલેક્ટ્રિક ક્રાંતિ’, ઇન્ડક્શનના ઓર્ડરમાં 20 ગણો ઉછાળો

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે ભારતમાં રસોઈ ગેસ (LPG) ની અછત સર્જાશે તેવી બીક લોકોમાં જોવા મળી રહી છે. આ ડરને કારણે લોકો હવે ગેસના બદલે 'ઇન્ડક્શન' તરફ વળ્યા છે.

સરકારની ખાતરી છતાં ફફડાટ... ઈરાન વિવાદ વચ્ચે રસોડામાં ‘ઇલેક્ટ્રિક ક્રાંતિ’, ઇન્ડક્શનના ઓર્ડરમાં 20 ગણો ઉછાળો
| Updated on: Mar 11, 2026 | 8:34 PM
Share

ઈરાન સંકટને કારણે દેશના અનેક શહેરોમાં કોમર્શિયલ એલપીજી (LPG) ના પુરવઠામાં અવરોધ ઊભો થયો હોવાના અહેવાલોથી સામાન્ય લોકોની ચિંતામાં વધારો થયો છે અને તેની અસર ઘણી બધી જગ્યાએ જોવા મળી રહી છે. એક તરફ સરકાર સપ્લાય વધારવા માટે નીતિગત સ્તરે પગલાં લઈ રહી છે, તો બીજી તરફ રસોઈ ગેસના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક કુકિંગ ડિવાઇસની માંગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

અહેવાલ અનુસાર, ઇન્ડક્શન કૂકટોપના વેચાણમાં અચાનક વધારો થયો છે, કારણ કે ઘર અને ખાણીપીણીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો ગેસની અછતની આશંકા વચ્ચે વૈકલ્પિક સાધનો શોધી રહ્યા છે.

ઇન્ડક્શન ‘આઉટ ઓફ સ્ટોક’

ક્વિક કોમર્સ પ્લેટફોર્મ પર ઇન્ડક્શનની માંગ વધુ તીવ્ર બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્લેટફોર્મ્સ પર ઇન્ડક્શન કૂકટોપનું વેચાણ લગભગ દસ ગણું વધી ગયું છે અને ઘણી લિસ્ટિંગ પહેલેથી જ ‘આઉટ ઓફ સ્ટોક’ થઈ ગઈ છે. ઈ-કોમર્સ કંપનીઓના આંકડા પણ આ વલણને સમર્થન આપી રહ્યા છે. એમેઝોનના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં ઇન્ડક્શન કૂકટોપના ઓર્ડરમાં લગભગ વીસ ગણો વધારો થયો છે.

ફ્લિપાર્ટે જણાવ્યું કે, છેલ્લા ચારથી પાંચ દિવસમાં વેચાણનું પ્રમાણ છેલ્લા ત્રણથી ચાર અઠવાડિયાની સરખામણીએ લગભગ ચાર ગણું વધી ગયું છે. ફ્લિપકાર્ટના જણાવ્યા અનુસાર, આ ઉછાળો માત્ર ઇન્ડક્શન કૂકટોપ પૂરતો મર્યાદિત નથી. આ સાથે ઇલેક્ટ્રિક કુકર, કીટલી અને એર ફ્રાયર જેવા ડિવાઇસનું વેચાણ પણ ઝડપથી વધી રહ્યું છે, કારણ કે ગ્રાહકો ગેસ આધારિત રસોઈના વિકલ્પો શોધી રહ્યા છે. મોટા ઇલેક્ટ્રોનિક્સ રિટેલ સ્ટોર્સમાં પણ આ જ વલણ જોવા મળી રહ્યું છે.

ગેસની અછત વચ્ચે લોકો ઇલેક્ટ્રિક ઉપકરણો તરફ વળ્યા

વિજય સેલ્સના સ્ટોર્સમાં છેલ્લા બે દિવસમાં ઇન્ડક્શન કૂકટોપ ખરીદવા માટે ગ્રાહકોની સંખ્યા અચાનક વધી છે અને ઘણી દુકાનોમાં સ્ટોક ખાલી થઈ ગયો છે. બીજી તરફ ક્રોમા (Croma) સ્ટોર્સનું સંચાલન કરતી કંપની ઇન્ફિનિટી રિટેલના સીઈઓ અને એમડી શિબાશીષ રોયના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં ઇન્ડક્શન કૂકટોપની માંગમાં તીવ્ર અને તાત્કાલિક વધારો જોવા મળ્યો છે તથા ગ્રાહકો એકસાથે ઘણા યુનિટ ખરીદી રહ્યા છે, જે પહેલા ભાગ્યે જ જોવા મળતું હતું. આ ઉપરાંત, ક્રોમામાં ઇલેક્ટ્રિક કીટલીનું વેચાણ પણ લગભગ બમણું થઈ ગયું છે. આ સંકેત આપે છે કે, ગેસની અછત વચ્ચે લોકો ઝડપથી ઇલેક્ટ્રિક કુકિંગ ઉપકરણો તરફ વળી રહ્યા છે.

સરકારની ખાતરી છતાં ફફડાટ

સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, દેશમાં પુરવઠો પૂરતો છે અને લોકોને ગભરાટમાં આવીને બુકિંગ ન કરવા વિનંતી કરી છે. ભારત તેની LPG જરૂરિયાતનો લગભગ 60% હિસ્સો આયાત કરે છે, જેમાંથી આશરે 90% હોર્મુઝના માર્ગે આવે છે. જો કે, સરકારે સ્થાનિક LPG ઉત્પાદનમાં 25% નો વધારો કર્યો છે અને તેને પ્રાથમિકતાના આધારે ઘરો, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. સરકારે LPG વિતરણ પર દેખરેખ રાખવા માટે એક સ્પેશિયલ પેનલ પણ બનાવી છે, જે હોટલ અને રેસ્ટોરન્ટ જેવા ક્ષેત્રોમાં પણ ગેસનો પારદર્શક પુરવઠો સુનિશ્ચિત કરશે.

આ પણ વાંચો: જો ગેસ સિલિન્ડરનો સપ્લાય અટકશે તો તમારા મોબાઈલના ટાવર પણ થઈ જશે ગુમ !

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">