Sidhu Moose Wala Case: હરિયાણા પોલીસે વિક્રમ બરાડ વિશે જાધવ અને મહાકાલની કરી પૂછપરછ, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે છે કનેક્શન
બિશ્નોઈ હાલમાં દિલ્લી પોલીસના (Delhi Police) સ્પેશિયલ સેલની કસ્ટડીમાં છે અને તે મૂસેવાલાની હત્યાનો મુખ્ય કાવતરાખોર હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું હતું કે જાધવની વર્ષ 2021માં પૂણેના મંચર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસમાં ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
હરિયાણા પોલીસની (Haryana Police) એક ટીમે મહારાષ્ટ્રના પૂણેમાં પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના આરોપી શૂટર સંતોષ જાધવ અને સિદ્ધેશ કાંબલે ઉર્ફે મહાકાલની કુખ્યાત ગેંગસ્ટર વિક્રમ બરાડ વિશે પૂછપરછ કરી હતી. વિક્રમ બરાડ હરિયાણામાં ઘણા કેસમાં વોન્ટેડ છે. એક અધિકારીએ જણાવ્યું કે બરાડ હાલ વિદેશમાં રહેતો હોવાનું માનવામાં આવે છે. બરાડ, મહાકાલ અને જાધવ, ત્રણેય લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો છે. હરિયાણામાં, કુરુક્ષેત્ર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર દિનેશ ચૌહાણના નેતૃત્વમાં એક ટીમ સોમવારે પૂણે પહોંચી અને સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના (Sidhu Moose Wala Murder) શંકાસ્પદ જાધવ અને મહાકાલની પૂછપરછ કરી.
જાધવની પૂણે ગ્રામીણ પોલીસે રવિવારે ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી હતી. ચૌહાણે કહ્યું કે વિક્રમ બરાડ હરિયાણામાં વોન્ટેડ આરોપી છે. જાધવ અને મહાકાલના બરાડ સાથે સંપર્ક હોવાનું જણાવવામાં આવ્યું હોવાથી અમે બંને આરોપીઓ પાસેથી બ્રારની પૂછપરછ કરવા આવ્યા હતા. અધિકારીએ કહ્યું તેમણે જાધવને પૂછ્યું કે તે અને અન્ય સભ્યો બરાડ સાથે કેવી રીતે વાતચીત કરતા હતા ? અધિકારીના જણાવ્યા અનુસાર, શકમંદોએ જણાવ્યું કે તેઓ બરાડ સાથે ઇન્ટરનેટ કોલિંગ સુવિધા દ્વારા કોલ કરતા હતા. પરંતુ સાથે જ એ પણ કહ્યું કે હાલમાં આ લાકો તેના સંપર્કમાં નથી.
બંને આરોપીઓ સામે અનેક કેસ નોંધાયેલા
અધિકારીઓએ કહ્યું હતું કે બિશ્નોઈ હાલમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની કસ્ટડીમાં છે અને મુસેવાલાની હત્યાનો મુખ્ય ષડયંત્રકાર હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું હતું કે જાધવની વર્ષ 2021માં પૂણેના મંચર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસમાં ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અહીંના મંચર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મકોકાના કેસમાં મહાકાલની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં જ મૂસેવાલા હત્યા કેસના સંબંધમાં દિલ્લી પોલીસ અને પંજાબ પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. અભિનેતા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને મળેલા ધમકીભર્યા પત્રોના સંદર્ભમાં પણ મુંબઈ પોલીસે મહાકાલની પૂછપરછ કરી હતી.