Vibrant Gujarat Summit 2022 : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે મુંબઇમાં વાયબ્રન્ટ સમિટ સંદર્ભમાં રોડ-શો યોજશે

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે સવારે મુંબઇની ધી તાજમહાલ પેલેસ હોટલમાં યોજાનારા રોડ-શૉ પૂર્વે બિઝનેસ લીડર્સ, અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજવાના છે.

Vibrant Gujarat Summit 2022 : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે મુંબઇમાં વાયબ્રન્ટ સમિટ સંદર્ભમાં રોડ-શો યોજશે
CM Bhupendra Patel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 8:03 PM

Vibrant Gujarat Summit 2022 : ગુજરાતમાં(Gujarat) વાઇબ્રન્ટ સમિટ 2022ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં વાઇબ્રન્ટ સમિટ પૂર્વે અલગ સ્થળોએ રોડ શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગતના દિલ્હીમાં રોડ શોની શરૂઆત કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના સંદર્ભમાં ગુરૂવારે મુંબઇમાં રોડ- શો યોજશે.

જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે સવારે મુંબઇની ધી તાજમહાલ પેલેસ હોટલમાં યોજાનારા રોડ-શૉ પૂર્વે બિઝનેસ લીડર્સ, અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજવાના છે. મુખ્યમંત્રી ત્યારબાદ સવારે ૧૧ કલાકે યોજાનારા રોડ-શો માં વાયબ્રન્ટ સમિટ-ર૦રરની વિશેષતાઓ પ્રસ્તુત કરશે.

મુખ્યમંત્રી અને ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઇમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલ સાથે ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી સાથે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો પણ જોડાવાના છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઉલ્લેખનીય છે કે, આગામી જાન્યુઆરી ૨૦૨૨માં તા. ૧૦થી ૧૨ દરમ્યાન યોજાનારી આ ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકારે આ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રૂ. ૧૪૦૦૩.૧૦ કરોડના સુચિત રોકાણો અંગેના ૧૨ જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

આ સુચિત રોકાણોથી શરૂ થનારા ઉદ્યોગોમાં આગામી સમયમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળી એમ ૨૮,૫૮૫ લોકોને નવા રોજગાર અવસર પ્રાપ્ત થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સ્પષ્ટપણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે તેને આ વાઇબ્રન્ટ સમિટની ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ દ્વારા સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમેણે કહ્યું કે, ભારતના હરેક ક્ષેત્રની પ્રગતિ અને વિકાસમાં ગુજરાત મોટુ યોગદાન આપવા તત્પર છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે જે ઉદ્યોગો માટેના સુચિત રોકાણ MOUથયા છે તે ઉદ્યોગો સમયસર શરૂ થાય તે માટે રાજ્ય સરકાર તરફથી આપવાની થતી મદદમાં સરકાર વિલંબ નહી દાખવે તેમ પણ ઉદ્યોગકારોને જણાવ્યું હતું.

આ પણ  વાંચો :  KUTCH : બે દિવસ કમોસમી વરસાદની શક્યતા, ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે વિવિધ સુચનો જાહેર કર્યા

આ પણ  વાંચો : ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુના સમયગાળામાં થયો ફેરફાર, જાણો વિગતે

g clip-path="url(#clip0_868_265)">