ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુના સમયગાળામાં થયો ફેરફાર, જાણો વિગતે

રાજય સરકારે આઠ મહાનગરોના કરફ્યુની સમય મર્યાદામાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં હવે રાત્રી કરફ્યુ રાત્રે 1 થી સવારના 5 સુધી અમલી રહેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 8:22 PM

ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટની દહેશત અને કોરોનાના વધતાં કેસો વચ્ચે રાજય સરકારે આઠ મહાનગરોના કરફ્યુની સમય મર્યાદામાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં હવે રાત્રી કરફ્યુ રાત્રે 1 થી સવારના 5 સુધી અમલી રહેશે. જ્યારે રાત્રે 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહી શકશે. આ દરમ્યાન કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવાનું રહેશે.

ગુજરાતમાં આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો ઘટાડાયો

-આઠ મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે
-રાત્રીના કર્ફ્યુ સમયમાં ઘટાડો કરવામાં આવ્યો
-રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે
-8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે
-લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ
-લગ્ન માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત
-કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કર્યું

આ પણ વાંચો : KUTCH : બે દિવસ કમોસમી વરસાદની શક્યતા, ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે વિવિધ સુચનો જાહેર કર્યા

આ પણ વાંચો : SURAT : 3 વર્ષના માસૂમનું ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાએ આત્મહત્યા કરી, જાણો શું લખ્યું છે સુસાઇડ નોટમાં ?

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">