ભારત સરકારે ગુજરાત પછી મહારાષ્ટ્રના મુંબઈની જૂહુ અને ગિરગાંવ ચોપાટીને ‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’નો દરજ્જો આપ્યો, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કરશે વિધિવત ઉદ્ધાટન
મુંબઈના ગિરગાંવ અને જુહૂ ચોપાટી પર હવે ખાણીપીણીમાં સ્ટ્રીટ-ફૂડ ખાવાથી ગભરાવાની જરુર નથી. ગિરગાંવ અને જુહૂ ચોપાટી પરના તમામ સ્ટોલ્સને ભારત સરકારે સ્વચ્છતાનું સર્ટિફિકેટ આપી દીધું છે. મુંબઈના ગિરગાંવ અને જુહૂ ચોપાટી પર ફરવા જાઓ, તો ખાવા-પીવાની બિલકુલ ચિંતા કરવાની વધારે જરુર નથી. આ બન્ને ચોપાટીઓ પર આવેલા તમામ ફુડ સ્ટોલ્સને ભારત સરકાર તરફથી સ્વચ્છતાનું […]
મુંબઈના ગિરગાંવ અને જુહૂ ચોપાટી પર હવે ખાણીપીણીમાં સ્ટ્રીટ-ફૂડ ખાવાથી ગભરાવાની જરુર નથી. ગિરગાંવ અને જુહૂ ચોપાટી પરના તમામ સ્ટોલ્સને ભારત સરકારે સ્વચ્છતાનું સર્ટિફિકેટ આપી દીધું છે.
મુંબઈના ગિરગાંવ અને જુહૂ ચોપાટી પર ફરવા જાઓ, તો ખાવા-પીવાની બિલકુલ ચિંતા કરવાની વધારે જરુર નથી. આ બન્ને ચોપાટીઓ પર આવેલા તમામ ફુડ સ્ટોલ્સને ભારત સરકાર તરફથી સ્વચ્છતાનું સર્ટિફિકેટ મળી ગયું છે. મુંબઈની ગિરગાંવ ચોપાટી અને જુહૂ ચોપાટી પર આવેલી ખાણી-પીણીની દુકાનોને ભારત સરકારના અન્ન અને સુરક્ષા વિભાગે ક્લીન સ્ટ્રીટ ફુડ હબનો દરજ્જો આપી દીધો છે.
ગુજરાત બાદ મહારાષ્ટ્ર એવું બીજું રાજ્ય છે, જેને આ દરજ્જો મળ્યો છે. મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસ આ હબનું વિધિવત ઉદ્ધાટન કરવાના છે. આ દરજ્જો મેળવવા માટે ગિરગાંવ અને જુહૂ ચોપાટી પર આવેલી ખાણી-પીણીની દુકાનોને સ્ટોલ્સ આપી અનેક સુવિધાઓ કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને સ્વચ્છતા પર ભાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ખાદ્ય પદાર્થો બનાવવાની રીત, ખાદ્ય પદાર્થો બનાવતી વખતે સ્વચ્છ પાણીનો ઉપયોગ, કચરાના નિકાલ માટે કરવામાં આવેલી વ્યવસ્થા સાથે જ તેલ તેમ જ ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ કરવામાં આવી છે.