Ganesh Chaturthi : મહારાષ્ટ્રના 5 જિલ્લાઓમાં કોરોના સંક્રમણ અંગે રાજેશ ટોપેએ વ્યક્ત કરી ચિંતા, ગણેશોત્સવમાં ભીડ ભેગી ન કરવા અપીલ

રાજેશ ટોપેએ ખાસ કરીને પુણે, મુંબઈ, રત્નાગિરી, સતારા અને અહમદનગર જિલ્લામાં પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુંબઈમાં, કોરોના ચેપ હાલમાં માત્ર લાલબાગ અને પરેલમાં સૌથી વધુ છે. જ્યાં ગણેશ ભક્તો દૂર -દૂરથી 'લાલબાગ કા રાજા' જોવા આવે છે.

Ganesh Chaturthi : મહારાષ્ટ્રના 5 જિલ્લાઓમાં કોરોના સંક્રમણ અંગે રાજેશ ટોપેએ વ્યક્ત કરી ચિંતા, ગણેશોત્સવમાં ભીડ ભેગી ન કરવા અપીલ
ગણેશ ચતુર્થીની ઉજવણીમાં કોરોના વિઘ્ન ન બને તેનું ધ્યાન રાખવા આરોગ્ય મંત્રીએ કરી અપીલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 8:42 PM

ગણેશ ચતુર્થીના પાવન અવસર પર સૌ કોઈ ઉજવણીને લઈને અતિઉત્સાહી છે. પરંતુ ઉત્સાહના અતિરેકમાં  કોરોનાનું વિઘ્ન ન પડે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. એવું કોઈ કામ ન કરો જેનાથી કોરોના સંક્રમણ (Corona in Maharashtra) વધે. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh Tope, Health Minister of Maharashtra) રાજ્યના લોકોને અપીલ કરી છે.

રાજેશ ટોપેએ લોકોને અપીલ કરી છે અને કહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઈડલાઈનનું (COVID Guidelines) સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ. આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભીડને ટાળવી એ મહત્વનું છે.  ભીડ વધવાથી સંક્રમણ વધવાનું જોખમ પણ વધી જાય છે. અમે અન્ય રાજ્યોમાં આના ઉદાહરણો જોયા છે.

કેરળમાં ઓનામ (Onam in Kerala) બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં, જ્યારે અન્ય રાજ્યોમાં કોરોના ચેપ ઓછો છે, કેરળમાં પરિસ્થિતિ અલગ છે. કેરળમાં આ સમયે પણ દરરોજ લગભગ 30 હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. અપવાદ તરીકે, 6 સપ્ટેમ્બરે, થોડો ઓછો એટલે કે 19,688 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ મહારાષ્ટ્રના 5 જિલ્લાઓનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધારે છે. આ જિલ્લાઓમાં મુંબઈ અને પુણેનો પણ સમાવેશ થાય છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

મહારાષ્ટ્રના 5 જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વધારે

રાજેશ ટોપેએ ખાસ કરીને પુણે, મુંબઈ, રત્નાગિરી, સતારા અને અહમદનગર જિલ્લાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ જિલ્લાઓમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધારે છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યાના 70 ટકા સંક્રમિતો આ જિલ્લાઓમાં છે. આરોગ્ય મંત્રીએ આ જિલ્લાઓના લોકોને વધુ સતર્ક રહેવા જણાવ્યું છે.

તમને જણાવી દઈએ કે મુંબઈમાં જે વિસ્તારોમાં ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, તે વિસ્તારોમાં આ સમયે કોરોના સંક્રમણ સૌથી વધુ છે. ‘લાલબાગ કા રાજા’ ગણેશ મંડળ દ્વારા ઉજવાતો ગણેશોત્સવ જોવા લોકો દૂર દૂરથી આવે છે. પરંતુ મુંબઈમાં, કોરોના સંક્રમણ હાલમાં માત્ર લાલબાગ અને પરેલમાં સૌથી વધુ છે.

કયા જિલ્લામાં કેટલા કોરોના દર્દીઓ છે? જાણો ચોક્કસ આંકડા સાથેની માહીતી 

આરોગ્ય મંત્રી રાજેશ ટોપેના જણાવ્યા અનુસાર, પુણે જિલ્લામાં 12413, સતારામાં 6328, મુંબઈમાં 4273, રત્નાગિરીમાં 1081 અને અહમદનગર જિલ્લામાં 4975 દર્દીઓ છે. સોમવારે રત્નાગિરી જિલ્લામાં 125 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને 5 દર્દીઓના મોત થયા હતા. તે જ સમયે, 118 લોકો કોરોનામાંથી સાજા થઈને ઘરે ગયા હતા. રત્નાગિરિ જિલ્લામાં સૌથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ રત્નાગીરી અને ચિપલૂન તાલુકા (પ્રખંડ) માં છે. સતારા જિલ્લાની વાત કરીએ તો, સોમવારે અહીં 308 નવા કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે એક દર્દીનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો :  Amul Machoએ લક્સ કોઝી વિરુદ્ધ કર્યો કોર્ટમાં કેસ, જાણો શું છે પુરો મામલો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">