Amul Machoએ લક્સ કોઝી વિરુદ્ધ કર્યો કોર્ટમાં કેસ, જાણો શું છે પુરો મામલો
જેજી હોઝિયરીએ આરોપ લગાવ્યો હતો કે અમુલ માચોની (Amul Macho) 'ટોઇંગ એડ' (TOING Ad)ની નકલ લક્સ કોઝીએ (LUX Cozi) તેની ટેલિવિઝન જાહેરાતમાં માટે કરી હતી.
માચો (Macho) બ્રાંડમાંથી અંડરવેર અને ગંજી વેચનારી જે જી હોઝીયરીએ (J G Hosiery) જાહેરાત નિયામક એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં (ASCI) લક્સ ઈન્ડસ્ટ્રીઝ (Lux Industries) વિરુદ્ધ તેની જાહેરાતની નકલ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.
જેજી હોઝિયરીએ આરોપ લગાવ્યો હતો કે અમુલ માચોની (Amul Macho) ‘ટુઈંગ એડ’ (TOING Ad)ની નકલ લક્સ ઈન્ડસ્ટ્રીઝે ટેલિવિઝન જાહેરાતમાં તેની લક્સ કોઝી (LUX Cozi) માટે કરી હતી. કોલકાતા સ્થિત લક્સ ઈન્ડસ્ટ્રીઝે તેના લક્સ કોઝી કચ્છા, બનિયાન માટે અભિનેતા વરુણ ધવનને દર્શાવતી નવી જાહેરાત શરૂ કરી છે.
શું છે આખો મામલો?
જે જી હોઝિયરીએ (J G Hosiery) એક નિવેદનમાં જણાવ્યું હતું કે લક્સ કોઝી બ્રાન્ડે કંપનીની અમૂલ માચો ‘ટોઇંગ’ જાહેરાતની સ્પષ્ટ રીતે નકલ કરી છે. કંપનીએ પ્રથમ વખત આ જાહેરાત 2007માં બહાર પાડી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે જેજી હોઝિયરીએ આ સંદર્ભે ફરિયાદ કરી છે અને ASCIએ આગળની પ્રક્રિયા માટે કંપનીની ફરિયાદ સ્વીકારી છે.
લક્સ ઈન્ડસ્ટ્રીઝે જોકે આ આરોપને નકારતા કહ્યું કે તેની હરીફ કંપની ટેલિવિઝન પર આવતી જાહેરાતની સફળતાથી જોખમ અનુભવી રહી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે ટીવી પર આવતી અમારી કમર્શિયલ જાહેરાત મૂળ વિચાર પર આધારિત છે અને તે અમારી ‘ક્રિએટિવ એજન્સી’ દ્વારા બનાવવામાં આવી છે. તે નકલ કરેલ વિચાર પર આધારિત નથી. અમારુ માનવુ છે કે અમારી જાહેરાતની સફળતાથી પ્રતિસ્પર્ધી કંપનીને ખતરો અનુભવાય રહ્યો છે એટલા માટે પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે.
લક્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં એક વર્ષમાં 190 ટકાથી વધુનો વધારો થયો છે
છેલ્લા એક વર્ષમાં લક્સ ઈન્ડસ્ટ્રીઝના શેરે રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. લક્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં એક વર્ષમાં 190 ટકાથી વધુનો વધારો થયો છે. એક વર્ષ પહેલા તેમાં કરેલુ 1 લાખ રુપિયા સુધીનું રોકાણ વધીને લગભગ 2 લાખ રૂપિયા થયું છે. લક્સ ઈન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ 7 સપ્ટેમ્બર 2020ના રોજ 1388.50 રૂપિયા હતો, જે 6 સપ્ટેમ્બર 2021ના રોજ 193 ટકા વધીને 4,065 રૂપિયા પ્રતિ શેર થયો હતો. આ રીતે શેરમાં એક વર્ષમાં 192 ટકાનો વધારો નોંધાયો છે.