બાપ્પાની આ અનોખી મૂર્તિ ચર્ચામાં! સોયાબીનમાંથી બનાવવામાં આવેલી આ મૂર્તિ જોઈને તમે પણ કહેશો OMG
હાલના દિવસોમાં એક ગણપતિ બાપ્પાની મૂર્તિ ખુબ ચર્ચામાં છે. મહારાષ્ટ્રના (Maharashtra) વાશિમ જિલ્લાના કેટલાક ખેડૂતો દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલી આ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ સાત કિલો સોયાબીનના અનાજમાંથી બનાવવામાં આવી છે.
Maharashtra: દેશભરમાં ધામધુમથી ગણેશ ઉત્સવ (Ganesh Festival) ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ગણેશજીની આરાધ્ય અને અનોખી મૂર્તિ સ્થાપિત કરે છે. ત્યારે બાપ્પાની એક અનોખી મૂર્તિ હાલ ચર્ચાનો વિષય બની છે, મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના કેટલાક ખેડૂતો દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલી આ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ (Eco Friendly Idol) સોયાબીનના અનાજમાંથી બનાવવામાં આવી છે, જેમાં થર્મોકોલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી.
બાપ્પાની આ અનોખી મૂર્તિ ચર્ચામાં
અગાઉ ગણેશ ઉત્સવમાં અહીં મોટી મૂર્તિઓ જોવા મળતી હતી. સામાન્ય રીતે શિલ્પકારો પીઓપીનો ઉપયોગ કરીને મૂર્તિઓ બનાવતા હોય છે, જેને કારણે પાણીમાં વિસર્જન કર્યા બાદ આ મૂર્તિઓના કારણે જળ પ્રદૂષણની (Pollution) સમસ્યાનો પ્રશ્ન ઉભો થયો છે. જેને કારણે હવે ઈકો ફ્રેન્ડલી મૂર્તિ (Ganesh Idol) બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં ખેડૂતો દ્વારા બાપ્પાની એક અનોખી મૂર્તિ બનાવવમાં આવી છે, જે હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.
સાત કિલો સોયાબીનમાંથી મૂર્તિ તૈયાર કરવામાં આવી
મળતી માહિતી અનુસાર બાપ્પાની આ અનોખી મૂર્તિ બનાવવા માટે સાત કિલો સોયાબીનના (Soybeans) દાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને બનાવવા માટે સાત ખેડૂતોએ એક કિલો સોયાબીન આપ્યા હતા. આ મૂર્તિને તૈયાર કરવામાં લગભગ 16 દિવસનો સમય લાગ્યો હતો.
ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કેટલો ખર્ચ થયો ?
અહેવાલો અનુસાર ગણેશજીની આ ઈકો ફ્રેન્ડલી સોયાબીનની મૂર્તિ બનાવવા માટે લગભગ 900 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાં સામેલ સોયાબીનની કિંમત આશરે 400 રૂપિયા હતી. તેમજ સોયાબીનના અનાજમાંથી મૂર્તિ (Ganesh Idol) બનાવવા માટે 100 રૂપિયાની કિંમતના ફેવિકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ અગાઉ પૂણેના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ડ્રોન દ્વારા બાપ્પાનું આગમન કર્યુ હતુ
આ મૂર્તિ બનાવવામાં કુલ મળીને 900 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મૂર્તિનું વજન 35 કિલોની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. તેની સ્થાપના મહારાષ્ટ્રના (Maharashtra) વસીમના ગામમાં કરવામાં આવી છે. આ અગાઉ મહારાષ્ટ્રમાં પૂણેના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ડ્રોન(Drone) દ્વારા બાપ્પાનું આગમન કરીને સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ.
આ પણ વાંચો: Video : દિલ્હીની જળમગ્ન સડકો પર બીજેપી નેતાએ કર્યું રાફ્ટિંગ ! કહ્યુ “અરવિંદ કેજરીવાલનો આભાર…”
આ પણ વાંચો: હૈદરાબાદમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે અનોખી પહેલ, ગણેશનો આ પંડાલ બન્યો આકર્ષણનું કેન્દ્ર