Video : દિલ્હીની જળમગ્ન સડકો પર બીજેપી નેતાએ કર્યું રાફ્ટિંગ ! કહ્યુ “અરવિંદ કેજરીવાલનો આભાર…”
તાજેતરમાં BJP નેતા તેજિંદર સિંહનો (Tejindar Singh) એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નેતા શહેરના જળમગ્ન રસ્તાઓ પર રાફ્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે.
Viral Video: સતત વરસાદને કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના એરપોર્ટ સહિત રસ્તાઓ પણ જળમગ્ન જોવા મળી રહ્યા છે, ત્યારે બીજેપી નેતા તેજિંદર સિંહે, કેજરીવાલ સરકારને આ સ્થિતિ માટે આડેહાથ લીધી છે, સાથે તેણે જળમગ્ન સડકો પર રાફ્ટિંગ કરીને સરકાર પર કટાક્ષ કર્યો છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો (Viral Video) એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને ઘણુ આશ્વર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક બીજેપી નેતાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
જળમગ્ન સડકો પર બીજેપી નેતાએ કર્યું રાફ્ટિંગ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બીજેપી નેતા તેજિંદર સિંહ (BJP Leader Tejinder Singh) દિલ્હની જળમગ્ન સડકો પર રાફ્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યુ કે, હું ઋષિકેષમાં રાફ્ટિંગ કરવા માંગતો હતો, પરંતુ કોરોનાના વધતા જતા કેસો અને લોકડાઉનને (Lockdown) કારણે હું જઈ શક્યો નહીં. વધુમાં કટાક્ષ કરતા લખ્યુ કે, “દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો શહેરના દરેક ખૂણામાં રાફ્ટિંગની વ્યવસ્થા કરવા બદલ આભાર માનું છું.”
જુઓ વીડિયો
केजरीवाल जी मौज करदी pic.twitter.com/fn3zCWwhgF
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) September 11, 2021
દિલ્હીના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
શનિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ (Heavy Rains) થયો હતો. શહેરમાં અવિરત વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ ઉભી થઈ હતી અને તેને કારણે શહેરના ટ્રાફિકને પણ અસર થઈ હતી. ઉપરાંત ઇન્દિરા ગાંધી આંતરાષ્ટ્રીય એરપોર્ટમાં પ્લેન રનવે (Plane Run Way) પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો.
આ પણ વાંચો: Video : એક વ્યક્તિને પુલ પર સ્ટંટ કરવા પડ્યા ભારે, વીડિયો જોઈને લોકોએ કહ્યું “યે તો ખતરો કા ખેલાડી હૈ”
આ પણ વાંચો: Video : મહિલાએ બાળકના હાથ -પગ બાંધીને સ્કૂલે પહોંચાડ્યો ! વીડિયો જોઈને તમને પણ બાળપણ યાદ આવી જશે