હૈદરાબાદમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે અનોખી પહેલ, ગણેશનો આ પંડાલ બન્યો આકર્ષણનું કેન્દ્ર
હૈદરાબાદમાં વેક્સિનેશનને (Vaccination)પ્રોત્સાહન આપવા માટે પંડાલમાં ગણેશ બાપ્પાને ત્રણ વેક્સિન પર બે ઉંદરો સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પંડાલ હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.
Hyderabad: હૈદરાબાદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે એક પંડાલે COVID-19 વેક્સિનના મોડેલ પર ગણેશ મૂર્તિ સ્થાપિત કરી છે. આ પ્રતિમાને રસીના મોડેલ પર સ્થાપિત કરવાનું મુખ્ય કારણ એ છે કે તેનાથી લોકોને રસીકરણ માટે પ્રેરણા મળશે. હાલ આ પંડાલ હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.
વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે અનોખી પહેલ
મૂર્તિ બનાવવામાં મદદ કરનાર ફ્યુચર ફાઉન્ડેશન સોસાયટીના (Future Foundation Society)પ્રમુખ સચિન ચંદને જણાવ્યું હતું કે, ‘છેલ્લા 25 વર્ષથી અમે અહીં દર વર્ષે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી રહ્યા છીએ,જેમાં 12 વર્ષથી અમે પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓ(Eco Friendly Idol) બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને આ વખતે અમે કોવિડ -19 રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવાનો વિચાર સાથે આ મુર્તિ તૈયાર કરવામાં આવી છે.’
ગણેશ બાપ્પાનો આ પંડાલ બન્યો આકર્ષણનું કેન્દ્ર
આ પંડાલમાં ગણેશ સાથે બે ઉંદરો પર વેક્સિન (Vaccine) પર બિરાજમાન થયેલા જોવા મળી રહ્યા છે. હાલ આ મૂર્તિ વેક્સિનનેશન ડ્રાઈવને પ્રોત્સાહન આપી રહી છે. પ્રમુખ સચિને જણાવ્યુ હતુ કે, “અમે ગણેશ મૂર્તિઓ દ્વારા સામાજિક સંદેશ આપી રહ્યા છીએ કે વેક્સિન સુરક્ષિત છે અને દરેકને રસીકરણ (Vaccination) કરાવવું જોઈએ.” હાલ ભક્તો પણ COVID-19 રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવાના આ પ્રયાસની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.
ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે
હાલ સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી (Ganesh Festival) કરવામાં આવી રહી છે.પંડાલમાં આવેલા એક ભક્તએ જણાવ્યુ હતુ કે, “હું આ પંડાલ જોઈને ખૂબ જ ઉત્સાહિત છું ” ગણેશ ચતુર્થી દસ દિવસીય તહેવાર કે જે 10 સપ્ટેમ્બરથી કોવિડ -19 પ્રતિબંધો અને પ્રોટોકોલ વચ્ચે દેશભરમાં ઉત્સાહ અને ઉત્સાહ સાથે શરૂ થયો છે. તમને જણાવી દઈએ કે, ગણેશ અનોખી મુર્તિઓ સાથે તેનું આગમન પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રના (Maharashtra) પૂણેના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ડ્રોનથી ગણેશનું આગમન કર્યુ હતુ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.
આ પણ વાંચો: Video : એક વ્યક્તિને પુલ પર સ્ટંટ કરવા પડ્યા ભારે, વીડિયો જોઈને લોકોએ કહ્યું “યે તો ખતરો કા ખેલાડી હૈ”
આ પણ વાંચો: Video : મહિલાએ બાળકના હાથ -પગ બાંધીને સ્કૂલે પહોંચાડ્યો ! વીડિયો જોઈને તમને પણ બાળપણ યાદ આવી જશે