ભક્તો માટે ખુશખબર : આજથી શિરડી સાંઈ બાબાના દ્વાર ભક્તો માટે ખુલ્લા, દરરોજ આટલા ભક્તો કરી શકશે દર્શન

કોરોનાને કારણે અત્યાર સુધી શિરડી સાંઈ બાબા મંદિરમાં માત્ર ઓનલાઈન દર્શનની જ મંજૂરી હતી. હવે આજથી ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે.

ભક્તો માટે ખુશખબર : આજથી શિરડી સાંઈ બાબાના દ્વાર ભક્તો માટે ખુલ્લા, દરરોજ આટલા ભક્તો કરી શકશે દર્શન
File Photo
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Nov 17, 2021 | 4:31 PM

Maharashtra : સાંઈ બાબાના ભક્તો માટે સારા સમાચાર છે. આજથી મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા શિરડી સાંઈ બાબા મંદિરમાં ભક્તો (Sai Baba Temple) દર્શન કરી શકશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે અત્યાર સુધી માત્ર ઓનલાઈન દર્શનની જ મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે પિલગ્રીમ લિમિટ પણ વધારવામાં આવી છે.

કોરોનાના વધતા સંક્રમણને(Corona Case)  ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન દ્વારા મંદિર બંધ કરવામાં આવ્યું હતું. જે બાદ 7 ઓક્ટોબરે મંદિર ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ દરરોજ 15 હજાર ભક્તોને ઓનલાઈન માધ્યમથી દર્શન કરવાની પરવાનગી આપવામાં આવી હતી. હાલ મંદિરમાં દર્શન કરવાની પરવાનગી મળતા ભક્તોમાં (Devotees) ખુશીની લહેર જોવા મળી રહી છે.

હવેથી 25 હજાર શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકશે

જ્યાં પહેલા માત્ર 15,000 લોકોને જ ઓનલાઈન દર્શન કરવાની છૂટ હતી, હવે આ મર્યાદા પણ વધારી દેવામાં આવી છે. હવે રોજના 25 હજાર લોકો સાંઈબાબાના દર્શનનો લાભ લઈ શકશે. જોકે, તેમાંથી 15 હજાર લોકો ઓનલાઈન (Online) અને 10 હજાર લોકો મંદિરમાં દર્શન કરી શકશે. ઉલ્લેખનીય છેકે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે, જેના કારણે ભક્તોની માંગ હતી કે હવે તેમને ફરીથી મંદિરના દ્વાર ખોલવામાં આવે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 886 નવા કેસ નોંધાયા છે અને 34 લોકોના મોત થયા છે. આ સાથે કોરોના સંક્રમિત દર્દી અને મૃતકોની કુલ સંખ્યા વધીને અનુક્રમે 66,25,872 અને 1,40,636 થઈ ગઈ છે. જ્યારે સોમવારની વાત કરવામાં આવે તો રાજ્યમાં ચેપના 686 કેસ નોંધાયા અને 19 લોકોના મોત થયા.

આ પણ વાંચો: Maharashtra: મુસ્લિમ સમુદાય માટે કોરોનાની રસી લગાડવામાં મહારાષ્ટ્ર સરકાર લેશે સલમાન ખાનની મદદ ! સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું મુસ્લિમોમાં રસીને લઈ ખચકાટ

આ પણ વાંચો: Maharashtra : બેંગાલુરુથી નાગપુર મંગાવ્યુ કુરિયર, બોક્સ ખોલ્યુ તો નિકળ્યો ઝેરી કોબ્રા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati