AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dawood Money Laundering Case: નવાબ મલિક બાદ તેના પરિવાર પર સકંજો, EDએ ભાઈ કેપ્ટન મલિકને પાઠવ્યુ સમન્સ

દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા નવાબ મલિકની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.

Dawood Money Laundering Case: નવાબ મલિક બાદ તેના પરિવાર પર સકંજો, EDએ ભાઈ કેપ્ટન મલિકને પાઠવ્યુ સમન્સ
ED summons to kaptan malik (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 3:56 PM
Share

Dawood Money Laundering Case:  દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા નવાબ મલિકની (NCP Nawab Malik) મુશ્કેલીઓ વધી રહી છે. નવાબ મલિક સામે કાર્યવાહી કર્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) એ મલિકના પરિવાર પર પણ કાર્યવાહી શરૂ કરી છે.

 મલિકને 3 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકની દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકને 3 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે.

મની લોન્ડરિંગ કેસમાં તપાસ તેજ…!

ઉલ્લેખનીય છે કે નવાબ મલિક મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે અને દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ બાદ ભાજપ હવે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર તેમના રાજીનામા માટે માંગ કરી રહી છે. મંત્રી નવાબ મલિક પર કથિત મની લોન્ડરિંગ કેસમાં કનેક્શન હોવાનો આરોપ છે. આ સાથે તેના પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત જમીન સોદામાં સામેલ હોવાનો આરોપ છે. હાલ ED અંડરવર્લ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. EDએ હાલમાં જ અંડરવર્લ્ડ વિરુદ્ધ કેસ નોંધીને ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. થોડા અઠવાડિયા પહેલા આ કેસમાં દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની પણ ધરપકડ કરવામાં આવી હતી.

જાણો શું છે સમગ્ર મામલો?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ વચ્ચે લેવડદેવડ થઈ હોવાના કેટલાક મહત્વના પુરાવાઓમાંથી માહિતી મળી છે. આ પહેલા તપાસ એજન્સીની ટીમે NCP નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી નવાબ મલિકની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

છેલ્લા ચાર મહિનામાં કેન્દ્રીય એજન્સી દ્વારા ધરપકડ કરાયેલા મલિક NCPના બીજા વરિષ્ઠ નેતા છે. અગાઉ, રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની અન્ય કથિત મની લોન્ડરિંગ કેસમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : EDની કસ્ટડીમાં ગયા બાદ નવાબ મલિકનું રિએક્શન આવ્યું સામે, કહ્યું ‘અમારો જમાનો આવશે’

આ પણ વાંચો : Mumbai : જુહુ બંગલા કેસમાં અમિતાભ બચ્ચનને મોટી રાહત, કોર્ટે આપ્યો 2 અઠવાડિયાનો સમય

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">