AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : જુહુ બંગલા કેસમાં અમિતાભ બચ્ચનને મોટી રાહત, કોર્ટે આપ્યો 2 અઠવાડિયાનો સમય

બચ્ચન દંપતીએ નોટિસ વિશે માહિતી મેળવવા અને BMC ના અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરવા માટે પ્રતિનિધિઓની નિમણૂક કરી હતી.

Mumbai : જુહુ બંગલા કેસમાં અમિતાભ બચ્ચનને મોટી રાહત, કોર્ટે આપ્યો 2 અઠવાડિયાનો સમય
Actor Amitabh Bachchan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 2:57 PM
Share

Maharashtra :  બોમ્બે હાઈકોર્ટે BMCને (Bombay Municipal Corporation)  નિર્દેશ આપ્યો છે કે, રોડ પહોળા કરવા માટે જુહુમાં અમિતાભ બચ્ચનની(Amitabh Bachchan)  મિલકતનો એક ભાગ હસ્તગત કરવાની તેમની નોટિસ પર કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવામાં આવે.સાથે જ બચ્ચન પરિવારને 2 અઠવાડિયામાં BMC સમક્ષ રજૂઆત કરવાનું કહેવામાં આવ્યું છે,જ્યારે BMCને 6 અઠવાડિયામાં રજૂઆત પર વિચાર કરવા માટે જણાવવામાં આવ્યુ છે. બચ્ચન દંપતીએ આ સપ્તાહની શરૂઆતમાં BMCની નોટિસને હાઈકોર્ટમાં પડકારી હતી.

BMC છ અઠવાડિયા પછી તેની સુનાવણી કરીને નિર્ણય લેશે

જસ્ટિસ આરડી ધાનુકા અને જસ્ટિસ એસએમ મોડકની ડિવિઝન બેન્ચે તેમને બે અઠવાડિયામાં BMC સમક્ષ રજૂઆત કરવાનો નિર્દેશ આપ્યો હતો.બેન્ચે કહ્યુ કે જ્યારે રજૂઆત દાખલ કરવામાં આવશે, ત્યારે BMC છ અઠવાડિયા પછી તેની સુનાવણી કરીને નિર્ણય લેશે. નિર્ણય બાદ ત્રણ અઠવાડિયા સુધી અરજદારો સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે જો જરૂર પડશે તો બચ્ચન દંપતીના વકીલોની અંગત સુનાવણી પણ થઈ શકે છે.

બચ્ચન દંપતીને 20 એપ્રિલ, 2017ના રોજ બે નોટિસ આપમાં આવી

અરજીમાં BMCની નોટિસને રદ કરવાની અને નાગરિક સંસ્થાને જમીન સંપાદન તરફ કોઈ પગલાં લેવાથી રોકવાના મનાઈ હુકમની માંગ કરવામાં આવી હતી.તમને જણાવીલદઈએ કે, બચ્ચન દંપતીને 20 એપ્રિલ, 2017ના રોજ બે નોટિસ આપમાં આવી હતી,જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે તેમની રહેણાંક મિલકતની નજીકના પ્લોટના અમુક ભાગ રોડની નિયમિત લાઇનની અંદર છે અને BMC સંબંધિત દિવાલો અને માળખાં સાથે આવી જમીન હસ્તગત કરવા માગે છે.

બચ્ચન દંપતિએ નોટિસ વિશે માહિતી એકત્ર કરવા અને નાગરિક સંસ્થાના અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરવા તેમના પ્રતિનિધિઓની નિમણૂક કરી હતી. પ્રતિનિધિઓએ BMC અધિકારીઓને કહ્યું કે, નાગરિક સંસ્થા માટે પ્લોટની સામેની બાજુએ રસ્તો પહોળો કરવો સરળ રહેશે.

આ પણ વાંચો: બાળકીની ગંગુબાઈની રીલની કંગના રનૌતની પ્રતિક્રિયા પર આલિયા ભટ્ટે આપ્યો જડબાતોબ જવાબ, કહ્યું કે, મને તો…

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">