Nawab Malik arrested by ED : આઠ કલાકની પૂછપરછ બાદ ED એ મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકની કરી ધરપકડ

થોડા દિવસો પહેલા અંડરવર્લ્ડ સાથેના કથિત કનેક્શન અંગે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) મલિક પર આરોપ લગાવ્યો હતો.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 4:38 PM

Maharashtra : મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને NCP નેતા નવાબ મલિકને (Nawab Malik) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate ) દ્વારા અંડરવર્લ્ડ સાથેના કથિત કનેક્શન અંગે લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો નવાબ મલિકની કુર્લામાં જમીનના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી રહી છે, જે તેણે ઘણા વર્ષો પહેલા એક પૈસાની કિંમતે ખરીદી હતી.

અંડરવર્લ્ડ સાથે મલિકનુ કથિત કનેક્શન

તમને જણાવી દઈએ કે,આ આરોપ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) મલિક પર લગાવ્યો હતો. થોડા મહિનાઓ પહેલા દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસ કોન્ફરન્સમાં મલિક પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, મલિક પરિવારે આ જમીનની કિંમત 3.5 કરોડ રૂપિયા બતાવી છે, જેથી સ્ટેમ્પ ડ્યુટી ઓછી ચૂકવવી પડે. જ્યારે તેના માટે ચૂકવણી કરવાની વાત આવી ત્યારે તેની કિંમત પ્રતિ ચોરસ ફૂટ રૂપિયા 25 હતી, પરંતુ પેમેન્ટ પ્રતિ ચોરસ ફૂટ રૂપિયા 15ના ભાવે કરવામાં આવ્યું હતું.ત્યારે હાલ મલિક પર આરોપ છે કે તેણે આ જમીન અંડરવર્લ્ડના લોકો પાસેથી ખરીદી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં મલિકની પૂછપરછ

સૂત્રોનું માનીએ તો નવાબ મલિકની દાઉદ ઈબ્રાહિમના મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે,થોડા દિવસો પહેલા EDએ પૂછપરછ માટે શોટા શકીલના સંબધી ઈકબાલ કાસકરને કસ્ટડીમાં લીધો હતો. મળતી માહિતી મુજબ ઈકબાલની જુબાની પર EDની ટીમે નવાબ મલિકની પૂછપરછ કરી છે.

મારા પર પણ આ જ પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો હતો : શરદ પવાર

શરદ પવારે કહ્યું કે, નવાબ મલિક લાંબા સમયથી બીજેપી વિરુદ્ધ બોલી રહ્યા છે. EDની આ કાર્યવાહી તેનું પરિણામ છે. કેટલાક દાયકાઓ પહેલા મારા પર પણ આ જ પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હવે નવાબ મલિકને પણ દાઉદ ઈબ્રાહિમ સાથે જોડવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Maharashtra:’નવાબ મલિક પર EDની કાર્યવાહીથી આશ્ચર્ય નથી થયું, મારી સાથે પણ દાઉદ ઈબ્રાહિમનું નામ જોડાયું હતું’, NCP સુપ્રીમો શરદ પવારની પ્રતિક્રિયા

g clip-path="url(#clip0_868_265)">