AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું રાજનીતિમાં ધક ધક ગર્લ અજમાવશે નસીબ? આ પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી લડવાની છે ચર્ચા

દેશની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માધુરી ભાજપના નેતાઓના સંપર્કમાં છે. એવી અટકળો છે કે માધુરી ઉત્તર મુંબઈ અથવા ઉત્તર પશ્ચિમ મુંબઈમાંથી ચૂંટણી લડશે.

શું રાજનીતિમાં ધક ધક ગર્લ અજમાવશે નસીબ? આ પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી લડવાની છે ચર્ચા
Dhak Dhak girl Madhuri Dixit
| Updated on: Nov 16, 2023 | 2:11 PM
Share

દેશની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માધુરી ભાજપના નેતાઓના સંપર્કમાં છે. એવી અટકળો છે કે માધુરી ઉત્તર મુંબઈ અથવા ઉત્તર પશ્ચિમ મુંબઈમાંથી ચૂંટણી લડશે.

રાજકારણમાં પોતાનું નસીબ અજમાવશે

બોલિવૂડ એક્ટ્રેસ ‘ધક-ધક ગર્લ’ માધુરી દીક્ષિત આગામી લોકસભા ચૂંટણીમાં રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી શકે છે. જો કે માધુરી દીક્ષિત પોતાની રાજકીય કરિયરની શરૂઆત કઈ રાજકીય પાર્ટીથી કરશે તે અંગે અત્યાર સુધીમાં કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે માધુરી લાંબા સમયથી ભાજપના નેતાઓના સંપર્કમાં છે. આ પહેલા તેમના પુણેથી પણ ચૂંટણી લડવાની અટકળો ચાલી રહી હતી.

ભાજપના નેતાઓ સાથે ધક ધક ગર્લ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ દરમિયાન માધુરી દીક્ષિત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે જોવા મળી હતી. એનસીપી નેતા પ્રફુલ પટેલ પણ તેમની સાથે જોવા મળ્યા હતા. એટલું જ નહીં ભાજપના નેતા આશિષ શેલાર પણ ત્યાં જ હતા. ટૂંકમાં કહીએ તો ભાજપના નેતાઓની સાથે એક્ટ્રેસ જોવા મળી હતી. જે બાદ રાજકીય વર્તુળોમાં માધુરી દીક્ષિત ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી છે. આગળ શું થશે તે જોવું જ રહ્યું.

ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવી શક્યતા

જો કે બીજેપીના સિનિયર નેતા ગોપાલ શેટ્ટી ઉત્તર મુંબઈના લોકસભા સાંસદ છે, જેમણે 2019માં ઉર્મિલા માતોંડકરને હરાવ્યા હતા અને બીજી વખત સાંસદ બન્યા હતા. આ પહેલા તેણે 2014માં સંજય નિરુપમને હરાવ્યા હતા. આવી સ્થિતિમાં ભાજપ માધુરીને ગોપાલ શેટ્ટીની જગ્યાએ આ બેઠક પરથી મેદાનમાં ઉતારવાનું જોખમ લે તેવી શક્યતા જોવા મળતી નથી, પરંતુ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવી શક્યતા છે. જો કે આ સીટ શિવસેનાના ખાતામાં છે અને શિંદે જૂથમાં રહેલા ગજાનન કીર્તિકર સાંસદ છે, પરંતુ આ વખતે તેમની સ્થિતિ સારી જણાતી નથી.

આવી સ્થિતિમાં સમજણની વાત કરીએ તો ભાજપ આ સીટ પર માધુરી દીક્ષિતને ચૂંટણી લડાવી શકે છે. આ વખતે પણ આ બેઠક પર કોંગ્રેસ તરફથી સંજય નિરુપમ મોટા દાવેદાર છે, જે કીર્તિકર સામે મજબૂત વિકલ્પ છે. આવી સ્થિતિમાં માધુરીની લડાઈને કારણે નિરુપમનો રસ્તો મુશ્કેલ બને તેવું લાગી રહ્યું છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">