AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં ઘટી રહી છે કોરોનાની મહામારી,19 જિલ્લામાં 50થી ઓછા કેસ

અંતે મહારાષ્ટ્ર પણ કોરોનાની મહામારીમાંખી ધીરે ધીરે મુક્ત થઇ રહ્યુ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થોડા દિવસથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં 36 માંથી 19 જિલ્લા એવા છે જ્યાં કોરોના ચેપના 50થી ઓછા સક્રિય કેસ છે.

મહારાષ્ટ્રમાં ઘટી રહી છે કોરોનાની મહામારી,19 જિલ્લામાં 50થી ઓછા કેસ
Decline in Corona case in Maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 2:09 PM
Share

અંતે મહારાષ્ટ્ર(Maharashtra) પણ કોરોના(કોવિડ-19)ની મહામારીમાંખી ધીરે ધીરે મુક્ત થઇ રહ્યુ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થોડા દિવસથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં 36 માંથી 19 જિલ્લા એવા છે જ્યાં કોરોના ચેપ(Infection)ના 50થી ઓછા સક્રિય કેસ છે.

રાજ્યના અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી. માહિતી અનુસાર, રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત સક્રિય કેસમાંથી 82.1 ટકા મુંબઈ, પુણે, અહમદનગર, થાણે, રાયગઢ અને નાસિક જિલ્લાના છે.જલગાંવ, નંદુરબાર, ધુલે, લાતુર, વાશિમ, ભંડારા, ગોંદિયા, ગઢચિરોલી, યવતમાલ, વર્ધા, બુલધાના, અમરાવતી, અકોલા, ચંદ્રપુર, જાલના, હિંગોલી, નાંદેડ અને પરભણીમાં કોરોના ચેપના 50 થી ઓછા સક્રિય કેસ છે. નંદુરબાર અને ધુળેમાં માત્ર એક જ કેસ બાકી છે.

અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે મુંબઈમાં 4186 સક્રિય કેસ, પુણેમાં 3194, અહેમદનગરમાં 2087, થાણેમાં 1690, રાયગઢમાં 672 અને નાશિકમાં 583 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં કોરોના ચેપના 15,119 સક્રિય કેસ છે.

બીજી વેવમાં લેવાયા મોટા પગલા રાજ્ય સર્વેલન્સ ઓફિસર પ્રદીપ અવટેએ જણાવ્યું હતું કે, અમે કોવિડ-19 વાયરસના ચેપને અસરકારક રીતે નિયંત્રિત કર્યો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન, આ રાજ્યોમાં કેસ વધ્યા પછી વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેની અસર પણ જોવા મળી હતી. તેણે કહ્યું કે અમે ટેસ્ટિંગ વધાર્યું અને લોકોને જલદી હોસ્પિટલ લઈ ગયા.

બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1193 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન રાજ્યમાં 39 લોકો સંક્રમિત થયા બાદ મૃત્યુ પામ્યા હતા. બુધવારે મુંબઈમાં પાંચ કોરોના સંક્રમિત લોકોના મોત નોંધાયા હતા. આ દરમિયાન મુંબઈમાં પણ કોરોનાના 319 નવા કેસ નોંધાયા છે.

રસીકરણની કામગીરી ઝડપી કોરોનાને કાબુમાં રાખવા રાજ્યમાં રસીકરણ પર પણ ઝડપથી કામ ચાલી રહી છે. મંગળવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ 30 નવેમ્બર સુધીમાં દરેક જિલ્લામાં 100 ટકા કોરોના રસીકરણનો ટાર્ગેટ અધિકારીઓને આપ્યો હતો. મુખ્યમંત્રીની સૂચના અનુસાર, આ સમય સુધીમાં લગભગ દરેક વ્યક્તિએ કોરોના રસીનો એક ડોઝ મેળવવો જોઈએ.

આ પણ વાંચોઃ Diwali 2021: દેશના આ શહેરમાં દિવાળીના બીજા દિવસે ફટાકડા ફોડવાની બદલે પતંગ ઉડાડવામાં આવે છે, જાણો કારણ

આ પણ વાંચો: Diwali 2021: આ 8 સેલેબ્સ પરિવાર માટે સુની રહેશે દિવાળીની ઉજવણી, જુઓ કોણ છે સામેલ

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">