AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોતાના જ રાજ્યમાં ઘર બનાવવા 3 વર્ષથી ભટકી રહ્યો છે ઋષભ પંત, જમીન ન મળતાં CM પુષ્કર સિંહ ધામીને સોશિયલ મીડિયા પર કર્યું ટેગ !

શ્રીલંકા ટેસ્ટ સિરીઝની તૈયારીઓ વચ્ચે સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત ચર્ચામાં આવ્યો છે. તેણે ઉત્તરાખંડમાં જમીન ખરીદવા માટે મદદ માંગતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

પોતાના જ રાજ્યમાં ઘર બનાવવા 3 વર્ષથી ભટકી રહ્યો છે ઋષભ પંત, જમીન ન મળતાં CM પુષ્કર સિંહ ધામીને સોશિયલ મીડિયા પર કર્યું ટેગ !
Rishabh PantImage Credit source: PTI
| Updated on: Aug 08, 2026 | 8:28 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતે 8 ઓગસ્ટના રોજ રાત્રે લગભગ 12:45 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. જેનાથી બધા ચોંકી ગયા છે. 15 ઓગસ્ટથી શરૂ થતી શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝની તૈયારી કરી રહેલા પંતે મધ્યરાત્રિએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને સીધું ટેગ કર્યું છે અને જમીન ખરીદવામાં મદદ માંગી છે. તેણે એક પછી એક બે પોસ્ટ શેર કરી છે. જે હવે વાયરલ થઈ રહી છે.

મધ્યરાત્રિએ ઋષભ પંતે મુખ્યમંત્રીને કરી અપીલ

ઋષભ પંતે પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો કે તે દિલ્હીથી પોતાનો બેઝ શિફ્ટ કરીને પોતાનું ગૃહ રાજ્ય ઉત્તરાખંડમાં પરત ફરવા માંગે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી જમીનની સ્પષ્ટ માહિતીના અભાવે પરેશાન છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ટેગ કરીને ઋષભ પંતે પોતાની વાત રજૂ કરી છે. પંતે લખ્યું કે તે ઉત્તરાખંડનો સ્થાનિક રહેવાસી છે. દિલ્હીમાંથી પોતાનું બેઝ ઉત્તરાખંડમાં શિફ્ટ કરીને અહીં જમીન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ રહેવા માટે યોગ્ય અને મોટી જમીન મળી રહી નથી. પંતે કહ્યું કે તેને પોતાના ઉત્તરાખંડથી ખૂબ જ પ્રેમ છે. તેણે મુખ્યમંત્રીને જમીન ખરીદવાની પ્રક્રિયામાં મદદ કરવાની વિનંતી કરી છે. તેણે જણાવ્યું કે સ્પષ્ટતા ન હોવાને કારણે છેલ્લા કેટલાક સમયથી આ પ્રક્રિયા તેના માટે મુશ્કેલ બની ગઈ છે.

મફત જમીન નથી જોઈતી: ઋષભ પંત

પંતે આગળ લખ્યું કે તે પોતાના પહાડી લોકો પાસે તે પાછો ફરવા માંગે છે. રાજ્યના વિકાસમાં યોગદાન આપવા માંગે છે. તે જણાવ્યું કે ત્રણ વર્ષ સુધી પ્રયાસ કરવા છતાં તેઓ હજુ સુધી જમીન શોધી શક્યો નથી. પંતે પોસ્ટમાં સ્પષ્ટતા કરી કે તે રાજ્ય પાસેથી કોઈ મફત જમીન કે ભેટ માંગી રહયો નથી. તેણે કહ્યું, “આંતરરાષ્ટ્રીય સ્તરે મારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા બદલ ભેટ મળવી સારી વાત હશે, પણ જો તમે મને પરવાનગી આપો તો, હું સરકાર પાસેથી સરકારી દરે જમીન ખરીદવા માંગુ છું. ઓછામાં ઓછું હું મારા પોતાના રાજ્યમાં મારું પહેલું ઘર બનાવી શકું છું. વધારમાં પંતે લખ્યું કે, “સાચું કહું તો, મને ખબર નથી કે આ પ્રક્રિયા કેવી રીતે કરવી.”

ઋષભ પંત ઉત્તરાખંડનો સૌથી વધુ કરદાતા બન્યો

ઋષભ પંત તાજેતરમાં ઉત્તરાખંડનો સૌથી વધુ વ્યક્તિગત કરદાતા બન્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં ઋષભ પંતે રૂ. 23.84 કરોડનો કર ચૂકવ્યો હોવાનું જણાવાયું છે. તેના અગાઉના વર્ષમાં પણ તે આશરે રૂ. 10.5 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો.

આ પણ વાંચો, IND vs SL: પ્રેક્ટિસ મેચમાં જ ટીમ ઈન્ડિયાની પોલ ખૂલી ગઈ, બોલરો વિકેટ માટે તરસ્યા

Follow Us
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ૨23 સપ્ટેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ૨23 સપ્ટેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
g clip-path="url(#clip0_868_265)">