Mumbai: 31 જાન્યુઆરી સુધી શાળાઓમાં ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વર્ગો બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, બાળકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો છે
Mumbai: કોરોના (Corona)ના કેસ સતત વધવાના પગલે આખરે મુંબઈની શાળા (School of Mumbai)ઓ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં ધોરણ 1 થી 8 ના શાળાના ઑફલાઇન વર્ગો બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. 31મી જાન્યુઆરી સુધી ધોરણ 1થી 9ની શાળાઓ બંધ રાખવામાં આવશે.
મુંબઇમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો પ્રકોપ એક મોટી ચિંતાનો વિષય છે. તેને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, બાળકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 1 થી 9 સુધીની શાળાઓ હમણાં જ શરૂ થઈ હતી. જો કે, ફરીથી કોરોનાના સંભવિત ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને, મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ ચહલે આખરે શાળાઓ વિશે નિર્ણય લીધો છે. ઓફલાઈન શાળાઓ બંધ હોવા છતાં ઓનલાઈન શાળાઓ ચાલુ રહેશે. જો કે, શાળાના ઓફલાઈન વર્ગો બંધ રહેશે.
શું રાજ્યની શાળાઓ અંગે નિર્ણય લેવાનું શક્ય છે?
મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે પણ કિશોરોના રસીકરણની સમીક્ષા કરી હતી. બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ આ બાબત પ્રત્યે જાગૃત કરવાની જરુર છે. ત્યારે મુંબઈની શાળાઓ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવો જ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
રવિવારે રેકોર્ડ બ્રેક કેસ !
મુંબઈમાં રવિવારે 8,063 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. પરિણામે મુંબઈમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે ઘેરું થતું જાય છે. શનિવારે પણ મુંબઈમાં 6,347 દર્દીઓ મળી આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં થોડી રાહત હતી, પરંતુ હવે આ સંખ્યામાં ફરી વધારો થયો છે.
જો કે તમામ સમાચાર વચ્ચે રાહતની વાત એ છે કે રવિવારે મુંબઈમાં એક પણ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી. કોરોનાના બીજી લહેરને સંભાળ્યા બાદ હવે મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરના સંકેતો દેખાઇ રહ્યા છે. દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી હોવાથી ચિંતા વધી રહી છે. બીજી તરફ, કોરોનાના નવા સ્વરૂપો એટલે કે ઓમાઈક્રોનના દર્દીઓ પણ વધી રહ્યા છે.
આ પણ વાંચોઃ ત્રીજી લહેરના એંધાણ: શું મહારાષ્ટ્રમાં ફરી થશે લોકડાઉન ? નાયબ મુખ્યપ્રધાન પવારે આપ્યા આ સંકેત