મુંબઈ એરપોર્ટથી 5.38 કરોડનું સોનું જપ્ત, 6 લોકોની ધરપકડ
કસ્ટમ અધિકારીઓએ સોનું જપ્ત કર્યું છે. કસ્ટમ વિભાગે આપેલી માહિતી મુજબ વિદેશી નાગરિકોએ ખાસ પ્રકારનો બેલ્ટ પહેર્યો હતો. આ પટ્ટાની અલગ અલગ ડિઝાઈનને કારણે અધિકારીઓને શંકા ગઈ.
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai Airport) પર મોટી કાર્યવાહી કરતા મુંબઈ કસ્ટમ વિભાગે (Custom Department) 12 કિલો સોનું (Gold) જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા સોનાની કિંમત 5 કરોડથી વધુ છે. કસ્ટમ અધિકારીઓએ આ કેસમાં લગભગ છ લોકોની ધરપકડ કરી છે. સોનાની દાણચોરી કરનારા આ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ વિભાગના અધિકારીઓએ સૌથી પહેલા મુંબઈ એરપોર્ટ પર એક મુસાફરની શોધખોળ કરી હતી. આ શોધમાં જાણવા મળ્યું કે સોનું એક ખાસ પ્રકારના બેલ્ટમાં છુપાયેલું હતું. આ પછી કસ્ટમ વિભાગે પૂછપરછ બાદ છ લોકોની ધરપકડ કરી હતી.
કસ્ટમ અધિકારીઓએ સોનું જપ્ત કર્યું છે. કસ્ટમ વિભાગે આપેલી માહિતી મુજબ વિદેશી નાગરિકોએ ખાસ પ્રકારનો બેલ્ટ પહેર્યો હતો. આ પટ્ટાની અલગ અલગ ડિઝાઈનને કારણે અધિકારીઓને શંકા ગઈ. શંકાના આધારે તપાસ કરવામાં આવતા પટ્ટામાં સોનું સંતાડેલું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે સોનાનું વજન કરવામાં આવ્યું ત્યારે 12 કિલો સોનું મળી આવ્યું હતું.
Officers of Mumbai Airport Customs seized 12 Kg gold valued at Rs 5.38 Cr from a specially designed belt worn by a Sudanese passenger. Some passengers created commotion to help him escape but were overpowered. 6 pax are detained & 6 are being deported: Customs pic.twitter.com/29reOZ68mZ
— ANI (@ANI) September 11, 2022
સોનાની દાણચોરીના કેસમાં 6 લોકો લોકઅપમાં પહોંચ્યા, કરાઈ કડક પૂછપરછ
જપ્ત કરાયેલા સોનાનું વજન 12 કિલો છે. તેની કિંમત 5 કરોડ 38 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. કેટલાક મુસાફરો જેઓ છુપાવેલુ સોનુ લાવતા હતા, તેમની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ આ તમામ લોકો કસ્ટમ વિભાગના રડારમાં આવી ગયા હતા. કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા લોકોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.
મુખ્ય આરોપી સુદાનનું કામ સોનાની દાણચોરી કરવાનું હતુ
મુખ્ય આરોપી સુદાનનો નાગરિક છે. કસ્ટમ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીએ જાણી જોઈને એ હકીકત છુપાવી હતી કે સોનું તેની પાસે રાખવામાં આવ્યું છે. આ સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે જાણવા માટે સુદાનના નાગરિક સાથે ધરપકડ કરાયેલા તમામ નાગરિકોની પૂછપરછ કરી તે જાણવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે આ સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું? તેને ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું? આ સમગ્ર મામલા પાછળનો મુખ્ય સૂત્રધાર કોણ છે? આ તમામ બાબતોને જાણવા અને સમજવાના પ્રયત્ન ચાલુ છે.