હવે અમદાવાદીઓ માત્ર 6 કલાકમાં પહોંચશે મુંબઈ, ભારતની શાન ‘વંદે ભારત એકસપ્રેસ’નું કરાયુ ટ્રાયલ

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારત આત્મ નિર્ભર બનવામાં હરણફાળ ભરી રહ્યુ છે,ત્યારે હવે સંપૂર્ણપણે ભારતમાં બનેલી વંદે ભારત એક્સપ્રેસના (Vande Bharat Express) રૂપમાં વધુ એક સિદ્ધિ સાંપડી છે.

હવે અમદાવાદીઓ માત્ર 6 કલાકમાં પહોંચશે મુંબઈ, ભારતની શાન 'વંદે ભારત એકસપ્રેસ'નું કરાયુ ટ્રાયલ
Vande Bharat Express Trial Run
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Sep 09, 2022 | 9:15 AM

Ahmedabad : હવે ટૂંક સમયમાં જ દોડતી થઈ જશે સેમી હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express). અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી આ ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવ્યુ છે. આજે અમદાવાદથી મુંબઈ વચ્ચે પ્રથમ ફુલ લેન્થ ટ્રાયલ (full length trial) કરવામાં આવ્યુ. અંદાજો લગાવાઈ રહ્યો છે કે હવે ટૂંક સમયમાં લોકોને પણ તેનો લાભ મળતો થઈ જશે. 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી આ ટ્રેન અમદાવાદથી મુંબઈ (Ahmedabad-mumbai) ફક્ત 6 કલાકમાં જ પહોંચાડી દેશે. વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી છે. હાલના ટાઈમટેબલ પ્રમાણે, વંદે ભારત એક્સપ્રેસ સપ્તાહમાં 6 દિવસ દોડશે. જે અમદાવાદથી સવારે 7.25 કલાકે ઉપડી બપોરે 13.30 કલાકે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઇથી આ ટ્રેન બપોરે 14.40 કલાકે ઉપડીને રાતે 21.05 કલાકે અમદાવાદ પહોંચશે. વડોદરા અને સુરત ખાતે આ ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ રહેશે. અમદાવાદ મુંબઈ વચ્ચે 491 કિલોમીટરનું અંતર આ ટ્રેન 6થી 6.25 કલાકમાં પૂર્ણ કરશે.

અનેક ખાસિયતો ધરાવતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું અમદાવાદ થી મુંબઈ (Ahmedabad-mumbai) વચ્ચે ટ્રાયલ રન (train trial run) શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2014માં કેન્દ્ર સરકાર બદલાયા બાદ સૌથી મોટા ફેરફાર આવ્યા હોય તેમાંનો એક વિભાગ એટલે કે રેલવે વિભાગ. માત્ર 18 મહિનામાં તૈયાર થયેલી અને સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર થયેલી વંદે ભારત એક્સપ્રેસને T- 18 તરીકે પણ ઓળખવામાં આવે છે.

આત્મ નિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કે ‘વંદે ભારત’

જેમાં એક વોલ્ટ વડોદરા અને ત્યારબાદ સીધી જ મુંબઈ સેન્ટ્રલ (Mumbai) ખાતે તેની કામગીરી કરવામાં આવી.થોડા દિવસ અગાઉ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Union rail minister Ashwini Vaishnaw)પણ સોશિયલ મીડિયા પર આ ટ્રેનની ઝડપનો વીડિયો શેર કરતા કહ્યું હતું કે આત્મ નિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કે વંદે ભારત… આ વીડિયોમાં ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી જોવા મળી રહી છે.માત્ર 18 મહિનામાં તૈયાર થયેલી અને પૂરેપૂરી ભારતમાં જ તૈયાર થયેલી વંદે ભારત એક્સપ્રેસને T- 18 તરીકે પણ ઓળખવામાં આવે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

અનેક સુવિધાઓથી સજજ છે આ ટ્રેન

અમદાવાદ થી મુંબઈ અને મુંબઈ થી અમદાવાદ અવરજવર કરતા લોકોની (Passengers) સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ મોટો વધારો નોંધાયો છે, ત્યારે સમય અને જરૂરિયાત પ્રમાણે આ બંને શહેરો વચ્ચે જુદી- જુદી રીતે કનેક્ટિવિટી વધારવામાં આવી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ શરૂ થયા બાદ અમદાવાદીઓ માત્ર છ કલાકમાં જ મુંબઈ પહોંચી શકશે.જો વિગતે વાત કરીએ તો વંદે ભારત ટ્રેનમાં કુલ 16 કોચ કાર્યરત છે, આ ટ્રેનની ખાસિયત એ છે કે આ ટ્રેનની સીટ 180 ડિગ્રી સુધી ફરી શકે તેમ છે અને સેમી ઓટોમેટિક ફુલ એરકન્ડિશન (AC) થી સજ્જ આ ટ્રેનમાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે.

સંપૂર્ણપણે ભારતના ચેન્નઈમાં તૈયાર થયેલી આ ટ્રેન અગાઉ બે રૂટ ઉપર દોડી રહી છે, પરંતુ વિશેષ અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થનાર વંદે ભારત એક્સપ્રેસમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને કેટલાક સુધારા પણ કરવામાં આવ્યા છે. એ તરફ ગુજરાત (Gujarat)  સતત અનેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે વંદે ભારત એક્સપ્રેસ નું નવું સોપાન ગુજરાતની અને ખાસ કરીને રેલ વિભાગની શક્તિમાં વધારો કરશે.

વંદે ભારત એક્સપ્રેસની ખાસિયતો

  1. કુલ 16 કોચ ધરાવતી આ ટ્રેન સામાન્ય શતાબ્દી ટ્રેનની સરખામણીએ ઓછો સમય લેશે
  2. ટ્રેનના મધ્યમાં બે ઉચ્ચ વર્ગના કંપાર્ટમેન્ટ હશે અને પ્રત્યેકમાં 52 સીટ હશે
  3. જ્યારે સામાન્ય કોચમાં 78 સીટ હશે
  4. ટ્રેનમાં એકસાથે 1,128 યાત્રીઓ મુસાફરી કરી શકશે
  5. વંદે ભારત એક્સપ્રેસની 180 કિલોમિટર પ્રતિકલાક મહત્તમ ઝડપ
  6. વંદે ભારત એક્સપ્રેસમાં GPS,અલગ પ્રકારની લાઇટ, ઑટોમૅટિક દરવાજા અને CCTV સહિતની સુવિધા
  7. આ ટ્રેન વાઈ ફાઈ, AC,વ્યક્તિગત ચાર્જિંગ સૉકેટ જેવી સુવિધાઓથી સજ્જ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">