AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trimbakeshwar Temple: ત્ર્યંબકેશ્વર મંદિરની સામે ભીડે હિંદુ ભાવનાઓને ભડકાવવાનો કર્યો પ્રયાસ, દેવેન્દ્ર ફડણવીસે SIT તપાસના આદેશ આપ્યા

મંદિર પ્રશાસને આ સમગ્ર મામલાની ફરિયાદ ત્ર્યંબકેશ્વર પોલીસ સ્ટેશનમાં કરી હતી અને કહ્યું હતું કે ઉત્તરી દરવાજા પર સ્પષ્ટ રીતે એક નોટિસ લખેલી છે કે મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે, તેમ છતાં કેટલાક લોકોએ બળજબરીથી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 5:05 PM
Share

મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાં ત્ર્યંબકેશ્વર મંદિરમાં બળજબરીથી કેટલાક અન્ય ધર્મ લોકોના પ્રવેશના કેસની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ આદેશ જાહેર કર્યો છે. એસઆઈટીની રચના અધિક પોલીસ મહાનિર્દેશક સ્તરના અધિકારીના નેતૃત્વમાં કરવામાં આવશે. આ SIT માત્ર મંદિરમાં આ વર્ષે બનેલી ઘટનાની તપાસ નહીં કરે, પરંતુ ગયા વર્ષે બનેલી ઘટનાની પણ તપાસ કરશે.

મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે

ગત વર્ષે પણ કેટલાક લોકોએ ત્ર્યંબકેશ્વર મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. મંદિર પ્રશાસને આ સમગ્ર મામલાની ફરિયાદ ત્ર્યંબકેશ્વર પોલીસ સ્ટેશનમાં કરી હતી અને કહ્યું હતું કે ઉત્તરી દરવાજા પર સ્પષ્ટ રીતે એક નોટિસ લખેલી છે કે મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે, તેમ છતાં કેટલાક લોકોએ બળજબરીથી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

ગયા વર્ષે પણ અન્ય ધર્મના લોકોએ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો

13 મી મેના રોજ મંદિર પરિસરમાં અન્ય ધર્મના કેટલાક લોકોએ ભગવાનની મૂર્તિને ધૂપ બતાવવાનો આગ્રહ શરૂ કર્યો હતો. મંદિરના પૂજારીઓએ તેનો વિરોધ કર્યો હતો. જેના કારણે તણાવ સર્જાયો હતો. એક દિવસ બાદ એટલે કે રવિવારે પોલીસે શાંતિ સમિતિની બેઠક બોલાવી બંને પક્ષના લોકોને સમજાવીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી મંદિર પરિસરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Maharashtra Violence: અકોલામાં રસ્તાઓ પર પોલીસ, શેવગાંવમાં બજાર બંધનું એલાન

ત્ર્યંબકેશ્વર મંદિર આદ્ય જ્યોતિર્લિંગ તરીકે વિખ્યાત છે

મૂળ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાતા ત્ર્યંબકેશ્વર મંદિરનું હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે ઘણું મહત્વ છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે વારંવાર ષડયંત્ર હેઠળ આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તરના પ્રવેશદ્વાર પર મંદિર પ્રશાસન તરફથી લેખિત માહિતી હોવા છતાં અન્ય ધર્મના લોકો બળજબરીથી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. મંદિરના પૂજારીઓ તરફથી શંકાસ્પદ લોકો સામે કડક કાર્યવાહીની માગ કર્યા બાદ, એફઆઈઆર નોંધવામાં આવી છે અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

મહારાષ્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">