Mumbai : હવે દિવ્યાંગોને મળશે ઘરે બેઠાં રસી, BMC એ લીધો રસીકરણ અંગે મહત્વપુર્ણ નિણર્ય

મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા પ્રાયોગિક ધોરણે શુક્રવારથી કોરોના વાયરસ સામેના અભિયાનના ભાગ રૂપે, રસી લેવા માટે રસીકરણ કેન્દ્રો પર ન આવી શકતા લોકોનું ઘરે જઈને રસીકરણ શરૂ કરવામાં આવશે. 

Mumbai : હવે દિવ્યાંગોને મળશે ઘરે બેઠાં રસી, BMC એ લીધો રસીકરણ અંગે મહત્વપુર્ણ નિણર્ય
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 7:48 PM

મહારાષ્ટ્રમાં જે રીતે કોરોનાના કેસો વધ્યાં હતા એ રીતે વેક્સિનેશનની ઝડપ પણ વધારવામાં મુંબઈ મહાનગર પાલીકા(BMC) કોઈ કસર છોડવા નથી માંગતુ એટલાં માટે જ બીએમસી(BMC) એ રસીકરણ અંગે મહત્વનો નિર્ણય લીધો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા પ્રાયોગિક ધોરણે શુક્રવારથી કોરોના વાયરસ સામેના અભિયાનના ભાગ રૂપે, રસી લેવા માટે રસીકરણ કેન્દ્રો પર ન આવી શકતા લોકોનું ઘરે જઈને રસીકરણ શરૂ કરવામાં આવશે.

BMC માંથી જણાવવામાં આવ્યું છે કે, આ પહેલની શરૂઆત “કે – પુર્વ વહીવટી વોર્ડ”થી  કરવામાં આવશે જેમાં અંધેરી પૂર્વ, મરોલ, ચકાલા અને અન્ય પશ્ચિમી ઉપનગરીય વિસ્તારોનો સમાવેશ થાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બીએમસીએ ગુરુવારે બપોરે આપેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, એવાં નાગરિકો કે જેઓ શારીરિક અથવા તબીબી કારણોસર રસીકરણ માટે કેન્દ્રો પર આવવા માટે સક્ષમ નથી, તેઓને 30 મી જુલાઇથી શરૂ થનારા રસીકરણ અભિયાન અંતર્ગત રસી આપવામાં આવશે.

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નિષ્ણાત સમિતિના નિર્દેશો મુજબ આ નાગરિકોને રસીનો ડોઝ આપવામાં આવશે તેમજ નિષ્ણાંતોની હાજરીમાં રસીકરણની પ્રક્રિયા કરવામાં આવશે અને તમામ યોગ્ય અને જરૂરી સાવધાની પણ રાખવામાં  આવશે.

બીએમસીએ જણાવ્યું હતું કે આવા લોકો માટે રસીકરણ એનજીઓ પ્રોજેક્ટ મુંબઇની મદદથી કરવામાં આવશે.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ કોરોના મહામારીની ત્રીજી લહેરની ગંભીરતાને સમજીને પહેલેથી જ તૈયારીઓ આરંભી દીધી છે. આપણે જાણીએ છીએ કે, રસીકરણ એ કોરોના સામે લડવાનું મુખ્ય હથીયાર છે.

બીએમસી (BMC) પણ રસીકરણનું મહત્વ સમજે છે. એટલા માટે જ બીએમસી(BMC)  ઓગસ્ટ, સપ્ટેમ્બર પહેલાં શક્ય તેટલા લોકોને રસી આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

બીજી તરફ, ખુદ બીએમસી એ અભ્યાસ પણ કરશે કે કોરોના રસી લોકો પર કેટલી અસરકારક સાબિત થઈ રહી છે. આ માટે બીએમસી હોસ્પિટલોમાંથી કોરોના દર્દીઓનો ડેટા એકઠો કરી રહી છે. રસી લીધા પછી કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોના સંક્રમિત લોકોનો ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્ર આમ પણ રસીકરણમાં ઘણાં રાજ્યોથી આગળ છે. વધુમાં વધુ લોકોનુ રસીકરણ થઈ શકે તે માટે જે લોકોની પાસે કોઈ આઈડી અથવા દસ્તાવેજો નથી તેમને પણ રસી આપવામાં આવશે. આ માટે, દરેક વિભાગમાં આવા કેટલા લોકો છે, તેનો સર્વે કરવામાં આવશે. આ પછી તે લોકોના રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો :  KGF Chapter 2 : જન્મદિવસ પર ચાહકોને સંજય દત્તે આપી એક ગિફ્ટ, ઈંટેસ લુકમાં જોવા મળશે ‘અધીરા’

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">