Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1225 નવા કેસ નોંધાયા, આટલા લોકોએ ગુમાવ્યો જીવ

ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થયો છે. ગઈકાલે કોરોનાના 1,233 નવા કેસ નોંધાયા હતા. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કુલ 42,489,004 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1225 નવા કેસ નોંધાયા, આટલા લોકોએ ગુમાવ્યો જીવ
Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 11:13 AM

Corona Update :  છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના(Corona Case)  1,225 નવા કેસ નોંધાયા છે અને 1,594 લોકોને રજા આપવામાં આવી છે. 28 લોકોના મોત બાદ કુલ મૃત્યુઆંક 5,21,129 પર પહોંચી ગયો છે. આ સાથે જ ભારતમાં 14,307 સક્રિય કેસ (Corona Active Case)છે. જો રિકવરીની વાત કરીએ તો કુલ 4,24,89,004 લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા છે.જ્યારે 1,225 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિત કેસોની કુલ સંખ્યા 4,30,24,440 થઈ ગઈ છે. કોરોના રસીકરણ (Vaccination) મિશન હેઠળ છેલ્લા 24 કલાકમાં 22,27,307 રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1,84,06,55,005 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

રિકવરી રેટ 98.76 ટકા પર પહોંચી ગયો

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, સક્રિય કેસ કુલ સંક્રમણના 0.03 ટકા છે, સાથે જ COVID-19 રિકવરી રેટ 98.76 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે કેસનો મૃત્યુદર 1.21 ટકા નોંધાયો હતો.ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે કોરોનાના 1,233 નવા કેસ નોંધાયા હતા અને 31 લોકોના મોત થયા હતા.બુધવારે દેશમાં 14,704 કેસ નોંધાયા હતા. મળતી માહિતી અનુસાર, સરકારે 31 માર્ચથી તમામ પ્રકારના કોવિડ પ્રતિબંધો (Covid Guidelines) હટાવવાનો નિર્ણય લીધો છે. જોકે, માસ્કનો નિયમ અને સોશિયલ ડિસ્ટન્સ અકબંધ રહેશે. લગભગ બે વર્ષ પછી ગૃહ મંત્રાલયે 31 માર્ચથી કોવિડ-19 સંબંધિત તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે.

દિલ્હીમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા ?

દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે કોરોના વાયરસના કેસમાં મોટો વધારો થયો હતો. દિલ્હી સરકારના (Delhi Government) આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 123 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન એક દર્દીએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર , દિલ્હીમાં કોરોનાનો 0.50 ટકાનો સકારાત્મક દર નોંધાયો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં 123 નવા કેસ સાથે કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા વધીને 18,64,857 થઈ ગઈ છે.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા એક પત્રમાં તાજેતરમાં જણાવ્યું હતુ કે, છેલ્લા 24 મહિનામાં વૈશ્વિક રોગચાળાના સંચાલનના વિવિધ પાસાઓ જેમ કે રોગની શોધ,સંક્રમિતો લોકોનું ટ્રેસિંગ, રસીકરણ, હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ વગેરેના સંદર્ભમાં કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા.વધુમાં તેમણે કહ્યું કે,હવે સામાન્ય લોકો પણ કોવિડ -19 સાથે વ્યવહાર કરવા માટે જરૂરી યોગ્ય વર્તન વિશે ખૂબ જાગૃત છે.

આ પણ વાંચો : Maharashtra: યુરોપ, ચીનમાં કોરોનાનું જોખમ વધતાં મહારાષ્ટ્ર સરકાર સતર્ક, આરોગ્ય મંત્રીની લોકોને ચેતવણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">