યુરોપથી એશિયા સુધીના ઘણા દેશોમાં સ્ટીલ્થ ઓમિક્રોન વેવ, જાણો ભારત માટે કેટલું જોખમ

યુરોપથી એશિયા સુધીના ઘણા દેશોમાં સ્ટીલ્થ ઓમિક્રોન વેવ, જાણો ભારત માટે કેટલું જોખમ
ફાઈલ ફોટો

ઓમિક્રોનના (omicron) સબ-વેરિઅન્ટ BA.2એ વિશ્વના ઘણા ભાગોમાં તબાહી મચાવી છે. પશ્ચિમમાં અમેરિકાથી લઈને પૂર્વમાં ચીન અને મધ્યમાં યુરોપમાં કેસ ઝડપથી વધી રહ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Mar 29, 2022 | 6:16 PM

ઓમિક્રોનના (omicron) સબ-વેરિઅન્ટ BA.2એ વિશ્વના ઘણા ભાગોમાં તબાહી મચાવી છે. પશ્ચિમમાં અમેરિકાથી લઈને પૂર્વમાં ચીન અને મધ્યમાં યુરોપમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ફ્રાન્સે કહ્યું કે, તેના આ પ્રકારને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં વધારો થયો છે. નિષ્ણાંતોનું માનવું છે કે, આગામી મહિનામાં ભારતમાં ચોથી લહેર જોવા મળી શકે છે. ભારતમાં કોરોના (Corona) વાયરસની ચોથી લહેર જૂન અથવા જુલાઈમાં ટોચ પર આવી શકે છે. ઓક્ટોબરમાં તેમાં ઘટાડો થવાની ધારણા છે.

કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. હંમેશા નવા પ્રકારો સામે આવી જાય છે અને સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની જાય છે. Omicronનો બીજો પેટા પ્રકાર BA.2 જેને સ્ટીલ્થ વેરિઅન્ટ પણ કહેવાય છે. તે હાલમાં ઘણા દેશોમાં કહેર મચાવી રહ્યો છે. તે BA.1 કરતા વધુ ઝડપથી ફેલાય છે.

યુરોપ, જર્મની, ફ્રાન્સ અને ઇટાલીમાં લાખો નવા સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે. જર્મનીમાં શુક્રવારે જ 3 લાખ નવા કોવિડ કેસ નોંધાયા હતા. ગત સપ્તાહે યુકેમાં એક સપ્તાહમાં 42 લાખ કેસ નોંધાયા હતા. યુ.એસ.માં પણ 33 ટકા કેસ આ BA.2 Omicronથી આવી રહ્યા છે. ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.2ના કેસ ચીન અને દક્ષિણ કોરિયામાં પણ ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોનના તમામ પ્રકારોને રોકવા માટે ચીને શાંઘાઈમાં કડક લોકડાઉન લાગુ કર્યું છે. શાંઘાઈ સૌથી મોટા નાણાકીય કેન્દ્રોમાંનું એક છે.

અમેરિકામાં કોરોનાની સ્થિતિ

યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, અમેરિકામાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યામાંથી 33 ટકા કેસ આ BA.2 Omicronથી આવી રહ્યા છે. યુએસમાં દરરોજ સરેરાશ 28,600 નવા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યાં કેસોમાં વધારા પાછળનું કારણ BA.2 સબ-વેરિઅન્ટને ટાંકવામાં આવી રહ્યું છે. જોકે, સાપ્તાહિક સ્તરે કોરોનાના આંકડામાં ઘટાડો જોવા મળ્યો હતો.

યુરોપમાં BA.2 વેવનો પ્રકોપ

યુરોપના ઘણા દેશોમાં કેસો ચિંતાજનક ગતિએ વધી રહ્યા છે. યુકેમાં 19 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં 43 લાખ કેસ નોંધાયા હતા. રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ ડેટા અનુસાર, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં કેસ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ફ્રાન્સમાં આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, તેમની હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં સતત બીજા સપ્તાહમાં વધારો થયો છે. નવા કેસ પણ વધી રહ્યા છે. શુક્રવારે સાત દિવસના આધારે કેસની સરેરાશ 1,10,874 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: Maharashtra Schools: મહારાષ્ટ્રની શાળાઓમાં ઉનાળુ વેકેશન રદ, સંપૂર્ણ સમયનો અભ્યાસ, કોરોના સમયની ભરપાઈ કરવામાં આવશે

આ પણ વાંચો: AIIMS Recruitment 2022: AIIMSમાં આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati