Maharashtra: યુરોપ, ચીનમાં કોરોનાનું જોખમ વધતાં મહારાષ્ટ્ર સરકાર સતર્ક, આરોગ્ય મંત્રીની લોકોને ચેતવણી

વિશ્વના દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોનાના કેસ વધવાની આશંકાને પગલે મહારાષ્ટ્ર સરકારે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

Maharashtra: યુરોપ, ચીનમાં કોરોનાનું જોખમ વધતાં મહારાષ્ટ્ર સરકાર સતર્ક, આરોગ્ય મંત્રીની લોકોને ચેતવણી
Covid Case (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 9:08 AM

Maharashtra:  વિશ્વના દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસે(Corona Virus)  માથુ ઉંચક્યુ છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોના સંક્રમણ વધવાની સંભાવના છે.ત્યારે મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ યુરોપ, ચીન (China) અને અન્ય દેશોમાં કોવિડ-19ના કેસમાં (Covid 19 case)થયેલા વધારા વચ્ચે સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે કોવિડ-19ના વધતા જતા કેસોની વચ્ચે સાવચેતી અને કોરોના નિયમોનું(Corona Guidelines)  પાલન કરવાની જરૂર છે.

આપણે સાવચેત રહેવું પડશે : સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે

સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ(Rajesh Tope)  કહ્યું,આપણે સાવચેત રહેવું પડશે કારણ કે યુરોપ, ચીન અને અન્ય દેશોમાં કોવિડના કેસ વધી રહ્યા છે. અત્યાર સુધી આપણે ત્રીજા લહેરની અસર જોઈ છે, આપણે માસ્ક હટાવવાનું વિચારી પણ નથી શકતા. આપણે કોવિડ-19ના નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પડશે.તેમણે કહ્યું કે ઉદ્ધવ સરકારે કોવિડ નિયમોમાં છૂટછાટ આપી છે,નિયમો પહેલાની જેમ કડક નથી, પરંતુ આપણે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ જરૂરી છે. વધુમાં મંત્રી ટોપેએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલ ટાસ્ક ફોર્સ દ્વારા આપવામાં આવેલા સૂચનોને રાજ્ય સરકાર ધ્યાનમાં લેશે.

ઉપરાંત તેમણે કહ્યું, ટાસ્ક ફોર્સ અને અન્ય તમામ સંસ્થાઓને જાણ કરવામાં આવી રહી છે અને તેઓ વિશ્વભરની પરિસ્થિતિથી વાકેફ છે અને તેઓ વર્તમાન પરિસ્થિતિને(Covid Condition)  જોતા અમને પગલાં સૂચવતા રહે છે, જે પણ સૂચનો આપવામાં આવશે તેના પર વિચાર કરવામાં આવશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ગુડી પડવાના જુલૂસ અંગે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે

ગુડી પડવા જુલૂસ કાઢવાની ભાજપની માંગ વિશે વાત કરતા,આરોગ્ય મંત્રીએ કહ્યું કે મુખ્ય પ્રધાન આ બાબતે ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેશે. આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવી છે,તેથી વાલીઓને બાળકોના રસીકરણ (Vaccination) અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં 1 એપ્રિલથી કોરોનાના તમામ નિયંત્રણોમાંથી મુક્તિ, માસ્ક પરના પ્રતિબંધને હટાવવા અંગે આરોગ્ય મંત્રીએ આપ્યુ આ નિવેદન

આ પણ વાંચો : ભાજપનું મિશન 2024 તૈયાર, મહારાષ્ટ્રમાં પોતાના દમ પર બનશે સરકાર, 12 નેતાઓને સોંપવામાં આવી જવાબદારી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">