Corona in Maharashtra: મહારાષ્ટ્રના 15 જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ ફરી ચિંતાજનક, શું હવે નિયંત્રણો કડક કરવામાં આવશે?

|

Jul 12, 2021 | 3:53 PM

દેશમાં કોરોના સંક્રમણથી પ્રભાવિત જીલ્લાઓમાં મહારાષ્ટ્રના સૌથી વધુ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર માટે આ ચિંતાનું કારણ બની રહ્યું છે.

Corona in Maharashtra: મહારાષ્ટ્રના 15 જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ ફરી ચિંતાજનક, શું હવે નિયંત્રણો કડક કરવામાં આવશે?
પ્રતિકાત્મક તસવીર

Follow us on

દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. જોકે, ત્રીજી લહેરનોનું સંકટ તો તોળાઈ જ રહ્યું છે. હાલમાં દેશના ઘણા રાજ્યોએ કોરોનાથી સંબંધિત નિયંત્રણો હળવા કરી દીધા છે. જેના કારણે બજારોમાં, દુકાનોમાં, પર્યટક સ્થળોએ ફરી એકવાર ભીડ દેખાવા લાગી છે. આને કારણે, ઘણા વિસ્તારોમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધવાનું શરૂ થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેના વિશે માહિતી આપી હતી.

દેશનો કોરોના પોઝિટિવિટી રેટ 2.25 ટકા પર આવી ગયો છે. જેના પરથી એ કહી શકાય કે, દેશમાં કોરોનાથી સંબંધિત પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે. પરંતુ મહારાષ્ટ્ર અને કેરળમાં ફરી એકવાર કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર અને કેરળ સિવાય ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઈ ચૂકી છે. દેશમાં કોરોના દર્દીઓના કુલ 80 થી 90 ટકા દર્દીઓ 90 જિલ્લાઓમાંથી સામે આવ્યા છે. મહત્વનું છેકે, આ 90 જિલ્લાઓમાંથી 15 જિલ્લા મહારાષ્ટ્રના છે.

મહારાષ્ટ્ર હજુ પણ કોરોના સંક્રમણમાં પ્રથમ સ્થાન પર

દેશમાં કોરોના સંક્રમણથી પ્રભાવિત જીલ્લાઓમાં મહારાષ્ટ્રના સૌથી વધુ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર માટે આ ચિંતાનું કારણ બની રહ્યું છે. મહારાષ્ટ્રના 15 જિલ્લાઓમાં કોરોના સંક્રમણને લીધે માત્ર રાજ્ય સરકાર જ નહીં પરંતુ કેન્દ્ર સરકારનું પણ ચિંતિત રહેવું સ્વાભાવિક છે. કેરળ મહારાષ્ટ્ર પછી બીજા નંબરે છે. કેરળના 14 જિલ્લાઓ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ પણ વાંચો: Health Tips: ગોળની ચા પીવાના છે અનેક ફાયદા, જાણીને તમે ખાંડને કહી દેશો બાય બાય

આ પણ વાંચો: Rath Yatra LIVE : નિજ મંદિર પરત ફર્યા ભગવાન જગન્નાથ, શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ રથયાત્રા

 

Next Article