Maharashtraની જેલમાં થયો કોરોના વિસ્ફોટ, કેદીઓ અને સ્ટાફ થયો સંક્રમિત

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના વધતા જતા આંકએ સરકારની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે.મહારાષ્ટ્રમાં સામાન્ય નાગરિકની સાથે-સાથે જેલમાં બંધ કેદીઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે.

Maharashtraની જેલમાં થયો કોરોના વિસ્ફોટ, કેદીઓ અને સ્ટાફ થયો સંક્રમિત
ફાઈલ ફોટો
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Apr 21, 2021 | 4:12 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના વધતા જતા આંકએ સરકારની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે.મહારાષ્ટ્રમાં સામાન્ય નાગરિકની સાથે-સાથે જેલમાં બંધ કેદીઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઘણા કેદીઓ સંક્રમિત થઈ ચુક્યા છે તો ઘણા કેદીના મોત પણ નિપજ્યા છે. પુણે, નાગપુરની જેલ બાદ હવે કોરોનાનું સંક્ર્મણ મુંબઈ જેલમાં પહોંચ્યું છે.

મુંબઈની બાઈકુલા જેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. મુંબઈ જેલમાં શીના બોરા હત્યાના આરોપી ઈન્દ્રાણી મુખર્જી સહીત 38 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ જાણકારી બાઈકુલા જેલ ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કુલ 46 જેલો છે. આ જેલોમાં કોરોનાથી ઓછામાં ઓછા 200 કેદીઓ સંક્રમિત થયા છે, જેમાંથી 7 કેદીઓ મૃત્યુ પામ્યા છે. જેલોના 94થી વધુ કર્મચારીઓને પણ કોરોનાની ઝપેટે આવી ચુક્યા છે. તેમાંથી 8 કર્મચારીઓનું મોત કોરોના કારણે થયું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ શહેરની આધારવાડી જેલમાં ઓછામાં ઓછા 30 કેદીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. આ જેલમાં 1800થી વધુ કેદીઓ છે. જેલના તમામ કેદીઓની તાજેતરમાં તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી 30 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. ચેપગ્રસ્ત કેદીને થાણે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

કોરોના વાઈરસથી સંક્રમિત એક 77 વર્ષીય કેદીનું નાગપુરની સેન્ટ્રલ જેલમાં મૃત્યુ થયું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “સુરક્ષા કર્મચારીઓ પૂરી પાડતી કંપની ચલાવનાર વ્યક્તિની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.” તેમને 15 એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી તેના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઓછું થવા લાગ્યું હતું અને સોમવારે તેનું મોત નીપજ્યું હતું.

જો આપણે મહારાષ્ટ્રની 46 જેલોની વાત કરીએ તો તેમની કુલ ક્ષમતા 23,217 કેદીઓની છે, પરંતુ હાલમાં આ જેલોના 34,422 કેદીઓ બંધ છે. આ કેદીઓમાં મોટાભાગના એવા છે કે જેમની જુદા જુદા કેસોમાં સુનાવણી ચાલી રહી છે. કેટલાકની સજા પણ પૂર્ણ થઈ ગઈ છે. આ સ્થિતિમાં જો અહીં કોરોના ફેલાઈ તો કેટલા લોકો સંક્રમિત થઇ શકે છે તેનો અંદાજો લગાવો મુશ્કેલ છે.

વર્ષ 2020ની શરૂઆતમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી, ત્યારબાદ ઘણા કેદીઓને કોરોનાને ધ્યાનમાં રાખીને જામીન અપાયા હતા. હવે નવી કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાઈ રહી છે, સરકારે ટૂંક સમયમાં કેટલાક પગલા ભરવાની જરૂર છે.

આ પણ વાંચો: Banaskantha: ડીસાની હેત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 5 દર્દીના મોત થયાનો પરિજનોનો આરોપ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">