મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની ઝડપ વધી, ઓમિક્રોનના સબ વેરિએન્ટના મળ્યા 18 કેસ

કોરોનાની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા એક દિવસમાં 418 કેસ નોંધાયા છે. જેમાંથી 3 લોકોના મોત થયા છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે Omicronના XBB વેરિઅન્ટ માટે એલર્ટ મૂક્યું છે અને કોવિડ 19 પ્રોટોકોલને અનુસરવા જણાવ્યું છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની ઝડપ વધી, ઓમિક્રોનના સબ વેરિએન્ટના મળ્યા 18 કેસ
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 10:22 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) ફરી એકવાર કોરોના (Corona Virus) ચિંતામાં વધારો કરી રહ્યો છે. જેમ જેમ કોરોનાના કેસો વધી રહ્યા છે તેમ ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ્સ પણ સામે આવ્યા છે. 1લીથી 15મી ઓકટોબર મહિનામાં ઓમિક્રોન XBB સબ-વેરિયન્ટના 18 કેસ મળી આવ્યા છે. તે Omicronના BA.2.75 અને BJ.1 ના સબવેરિએન્ટથી બન્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે આ માહિતી આપવામાં આવી છે. આ 18 કેસમાંથી 13 પૂણેમાંથી, 2-2 થાણે અને નાગપુરમાંથી અને 1 કેસ અકોલામાંથી નોંધાયો છે.

કોરોનાની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા એક દિવસમાં 418 કેસ નોંધાયા છે. જેમાંથી 3 લોકોના મોત થયા છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે Omicronના XBB વેરિઅન્ટ માટે એલર્ટ મૂક્યું છે અને કોવિડ 19 પ્રોટોકોલને અનુસરવા જણાવ્યું છે. નિષ્ણાતો કહે છે કે XBB અન્ય તમામ સબવેરિએન્ટમાં પ્રભુત્વ ધરાવે છે. તે વિશ્વના ઘણા ભાગોમાં જોવા મળે છે.

દિવાળી પહેલા મહારાષ્ટ્ર-કેરળમાં નવો ખતરો, મુંબઈમાં ત્રણ દિવસમાં 150 કેસ

મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસમાં 150થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 5 દિવસમાં 10થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 477 કેસ નોંધાયા હતા, જેમાંથી 178 કેસ મુંબઈના હતા. દિવાળી પહેલા અને દિવાળી દરમિયાન બજારોમાં ભીડ વધી રહી છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોનું કહેવું છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી શકે છે. મહારાષ્ટ્ર ઉપરાંત કેરળમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

શિયાળામાં કેસ વધુ ઝડપથી વધી શકે

નિષ્ણાતોનું કહેવું છે કે ઠંડીના દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધુ વધી શકે છે. મુંબઈમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગો પર પણ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ઈન્ફલ્યુએન્ઝા પણ એક ચેપી રોગ છે. તે છીંક મારવાથી ફેલાય છે. નિષ્ણાતોએ એવો પણ ભય વ્યક્ત કર્યો છે કે કેટલાક લોકોને કોરોના સંક્રમણ થઈ શકે છે, પરંતુ તેઓ તેને સામાન્ય શરદી-ઉધરસ માની શકે છે, જેના કારણે તેને અન્ય લોકોમાં ફેલાવવાનું જોખમ વધી શકે છે. નિષ્ણાતોએ ફરી એકવાર જાહેર સ્થળોએ કડક માસ્ક લગાવવાની સલાહ આપી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">