NCB Team: આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું ન હતું, તે તેના નેટવર્કનો ભાગ નહોતો

NCB Team: આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું ન હતું, તે તેના નેટવર્કનો ભાગ નહોતો
Aryan Khan(File Image)

વિજય પગારેએ 4 નવેમ્બરે મુંબઈ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ તેમનું નિવેદન આપ્યું હતું અને દાવો કર્યો હતો કે, 2 ઓક્ટોબર ક્રૂઝ પર દરોડો પૂર્વ આયોજિત હતો અને આર્યન ખાનને પૈસા માટે કેટલાક લોકો દ્વારા ફસાવવામાં આવ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Mar 02, 2022 | 12:28 PM

ગયા વર્ષે શાહરૂખ ખાનના (Shah Rukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) પર ડ્રગ્સ (Drugs) લેવાના આરોપોએ બોલિવૂડમાં ખળભળાટ મચાવ્યો હતો. આ સમાચારની સર્વત્ર ચર્ચા થઈ હતી. ડ્રગ્સના કેસમાં નામ આવ્યા બાદ આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં 28 દિવસ પસાર કરવા પડ્યા હતા. વાસ્તવમાં મુંબઈથી ગોવા જતા ક્રૂઝ પર જઈ રહેલી ડ્રગ્સ પાર્ટીના મામલામાં NCB દ્વારા દરોડા પાડીને આર્યન ખાનની 3 ઓક્ટોબર 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસમાં આર્યન ખાનની અરજી પણ ચાર વખત ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યાંથી તેને જામીન મળી ગયા હતા. પરંતુ હવે આ મામલે વધુ એક મહત્વની માહિતી સામે આવી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, આ એ જ એનસીબી (NCB) છે, જેણે આર્યન ખાનની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે, એનસીબીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું જ નથી. તેઓ ડ્રગ ડીલિંગ નેટવર્કનો ભાગ ન હતો. હવે વિચારવા જેવી વાત એ છે કે, આર્યન ખાનની ધરપકડ ક્યા આધારે કરવામાં આવી હતી અને આટલો સમય વીતી ગયો છે. ત્યારબાદ એવા અહેવાલો આવી રહ્યા છે કે તે ન તો ડ્રગ્સ ટ્રાન્ઝેક્શનનો ભાગ હતો કે ન તો તેની પાસેથી કોઈ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું.

વિજય પગારેએ 7 નવેમ્બરે આપ્યું હતું નિવેદન

આ કેસના સાક્ષી વિજય પગારેનું નિવેદન 7 નવેમ્બર 2021ના રોજ સામે આવ્યું હતું. જે મુજબ તેણે દાવો કર્યો હતો કે, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ ક્રૂઝ કેસમાં ફસાવવામાં આવ્યો છે. વિજયે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું હતું કે, ‘મેં સુનીલ પાટીલને 2018-19માં કોઈ કામ માટે પૈસા આપ્યા હતા અને તેમના પૈસા પાછા મેળવવા માટે 6 મહિનાથી તેમનો પીછો કરી રહ્યો હતો. અમે સપ્ટેમ્બર મહિનામાં જ હોટલના રૂમમાં મળ્યા હતા. તે સમયે સુનીલ પાટીલે ભાનુશાળીને કહ્યું કે, એક ગેમ થઈ છે.

આ પછી 3 ઓક્ટોબરે હું અને ભાનુશાળી મળ્યા. આ દરમિયાન તેણે મને રૂપિયા લેવા માટે સાથે આવવા કહ્યું. જ્યારે હું તે કારમાં હતો ત્યારે તેણે તેને કહેતા સાંભળ્યા કે, 25 કરોડ રૂપિયાની ડીલ ફાઈનલ થઈ ગઈ છે, પરંતુ 18 કરોડ અને 50 લાખ રૂપિયા ફાઈનલ થયા છે. આ પછી અમે NCB ઓફિસ પહોંચ્યા. જ્યાં મેં આખું વાતાવરણ જોયું. જ્યારે હું હોટેલમાં પાછો ફર્યો ત્યારે મેં ટીવી પર જોયું કે શાહરૂખ ખાનનો દીકરો પકડાઈ ગયો છે. તે સમયે હું સમજી ગયો હતો કે એક મોટી ભૂલ છે અને આર્યન ખાનને ફસાવી દેવામાં આવ્યો છે.

2 ઓક્ટોબરે ક્રુઝ પર થયો હતો દરોડો

આ પહેલા વિજય પગારેએ એક મરાઠી ચેનલ સાથેની વાતચીતમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે, દરોડો પૂર્વ આયોજિત હતો. વિજય પગારેએ 4 નવેમ્બરે મુંબઈ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ તેમનું નિવેદન નોંધ્યું હતું અને દાવો કર્યો હતો કે, 2 ઓક્ટોબર ક્રૂઝ પર દરોડો પૂર્વ આયોજિત હતો અને આર્યન ખાનને પૈસા માટે કેટલાક લોકો દ્વારા ફસાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Aryan Khan Drug Case: શું સમીર વાનખેડે NCBમાંથી વિદાય લેશે, 31 ડિસેમ્બરે એક્સટેન્શન સમાપ્ત થશે

આ પણ વાંચો: Shahrukh Khanના મન્નતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati