Maharashtra: 100 કરોડની વસૂલી મામલે અનિલ દેશમુખને ક્લીન ચિટ નહીં, CBI એ કરી સ્પષ્ટતા
CBI એ અનિલ દેશમુખને ક્લીન ચિટ આપી નથી. તો સવાલ એ છે કે, પીડીએફ ફાઈલ કઈ છે જે સીબીઆઈના ગોપનીય રિપોર્ટના નામે વાયરલ થઈ રહી છે, જેમાં એવી ભલામણ કરવામાં આવી છે કે અનિલ દેશમુખ સામે રિકવરી કેસ સંબંધિત તપાસ પુરાવાના અભાવે બંધ કરવી જોઈએ?
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) 100 કરોડ રૂપિયાની વસૂલાત કેસમાં સીબીઆઈ (CBI) એ ક્લીનચીટ આપી દીધી છે. રવિવાર સવારથી આ સમાચાર વાયરલ થઈ રહ્યા છે. આ દાવાની પુષ્ટિ કરવા માટે પીડીએફ ફાઇલ પણ સામે આવી છે. આ દાવાના આધારે એનસીપી અને કોંગ્રેસના નેતાઓએ પણ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
પરંતુ હવે આ મામલે એક નવો ખુલાસો થયો છે. CBI એ અનિલ દેશમુખને ક્લીન ચિટ આપી નથી. તો સવાલ એ છે કે, એ પીડીએફ ફાઈલ કઈ છે જે સીબીઆઈના ગોપનીય રિપોર્ટના નામથી વાયરલ થઈ રહી છે, જેમાં એવી ભલામણ કરવામાં આવી છે કે અનિલ દેશમુખ સામે રિકવરી કેસ સંબંધિત તપાસ પુરાવાના અભાવે બંધ કરી દેવી જોઈએ. જો તે ફાઈલ CBI દ્વારા જાહેર કરવામાં આવી નથી, તો પછી કોણે આ ખોટું કામ કર્યું છે?
સીબીઆઈ તરફથી જાણવા મળ્યું છે કે અનિલ દેશમુખ સામેના રિકવરી કેસમાં તપાસ હજુ ચાલુ છે. તેમને કોઈ ક્લીનચિટ આપવામાં આવી નથી. એટલે કે, સીબીઆઈએ ખુલાસો કરીને સ્પષ્ટ કર્યું છે કે અનિલ દેશમુખ સામે કેસ બંધ કરવા માટે તેમના તરફથી કોઈ ભલામણ કરવામાં આવી નથી.
આ રીતે ફેલાયા ક્લીન ચિટ મળવાના સમાચાર, સીબીઆઈએ આ સમાચારને ખોટા ગણાવ્યા
અનિલ દેશમુખ પર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે (Parambir Singh) આરોપ લગાવ્યો હતો કે, ગૃહમંત્રી તરીકે ફરજ બજાવતી વખતે દેશમુખે સચિન વાજે અને અન્ય પોલીસ અધિકારીઓને હોટલ અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ આપ્યો હતો. આ આરોપ પર, બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) સીબીઆઈને નિર્દેશ આપ્યો હતો કે દેશમુખ સામેના આરોપોની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવે અને જો કોઈ તથ્ય મળી આવે તો તપાસ આગળ વધારવામાં આવે.
આ સમગ્ર મામલે CBI તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ દરમિયાન રવિવારે એક પીડીએફ ફાઈલના આધારે સમાચાર ફેલાયા કે સીબીઆઈએ અનિલ દેશમુખને ક્લીનચીટ આપવાની ભલામણ કરી છે. આ પીડીએફ ફાઈલ એમ કહીને ફરતી કરવામાં આવી હતી કે તે સીબીઆઈ તપાસ સંબંધિત રિપોર્ટની ગોપનીય ફાઈલ છે. પરંતુ હવે સીબીઆઈએ આ સમગ્ર સમાચારને ખોટા ગણાવ્યા છે.
સીબીઆઈ તરફથી આ જણાવવામાં આવ્યું
આ સમગ્ર મામલામાં સીબીઆઈ વતી કહેવામાં આવ્યું છે કે, ‘મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે જોડાયેલા કેસમાં અમારે ઘણા પ્રશ્નોના જવાબો જાણવાના છે. આ મામલાને લગતી જુદી જુદી અરજીઓ બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને પ્રાથમિક તપાસ કરવા કહ્યું હતું. અમે આ તપાસ કરી અને તપાસમાં મળેલા પુરાવાના આધારે કેસ નોંધ્યો. સીબીઆઈએ 21 એપ્રિલે આ કેસ નોંધ્યો છે. તેની નકલ 24 એપ્રિલથી સીબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ મામલે તપાસ હજુ ચાલુ છે. ‘
વાયરલ ફાઈલ ક્યાંથી આવી, શું કહે છે CBI?
એટલે કે સીબીઆઈએ તેના ખુલાસામાં સ્પષ્ટ કર્યું છે કે દેશમુખને તેમના તરફથી ક્લીનચિટ આપવામાં આવી નથી. દેશમુખ સામે તપાસ હજુ ચાલુ છે. પરંતુ ક્લીન ચિટનો દાવો કરતી પીડીએફ ફાઇલ વાયરલ થઈ, તે ફાઈલ ક્યાંથી આવી, સીબીઆઈએ આ સવાલનો જવાબ આપ્યો નથી. સીબીઆઈએ તેના ખુલાસામાં પીડીએફનો ઉલ્લેખ પણ કર્યો નથી. આ દરમિયાન, અમે તમને પીડીએફ ફાઇલ વિશે એક વાત જણાવીએ કે તેમાં કોઇ અધિકારીની સહી નથી.આ કારણથી જેને સીબીઆઈના ગોપનીય અહેવાલ તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. તે ફાઇલની કાયદેસરતા પર પણ એક પ્રશ્ન છે
આ પણ વાંચો : Mumbai: ખરાબ નીતિ વગર ગાલને કરેલો સ્પર્શ સેક્સ્યુઅલ એસોલ્ટ ન ગણી શકાય: બોમ્બે હાઈકોર્ટ