AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : TCS કૌભાંડમાં નિદા ખાનના ‘મદદગાર’ રહેલા મતીન પટેલના ઘર અને ઓફિસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું

નાસિકમાં ટીસીએસ કર્મચારી સાથે જોડાયેલ કથિત સેક્સુએલ હેરેસમેન્ટ અને ધર્માતરણ મામલે નવું રાજકારણનું રુપ લીધું છે. આરોપી નિદા ખાનને મદદ કરવામાં આરોપમાં મતીન પટેલના ઘર અને ઓફિસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

Breaking News : TCS કૌભાંડમાં નિદા ખાનના 'મદદગાર' રહેલા મતીન પટેલના ઘર અને ઓફિસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું
| Updated on: May 13, 2026 | 10:41 AM
Share

મહારાષ્ટ્રના નાસિકમાં ટીસીએસ કર્મચારી સાથે જોડાયેલ કથિત સેક્સુઅલ હેરેસમેન્ટ અને ધર્માતરણ મામલે હવે આ કેસ રાજકીય અને વહીવટી રંગ ધારણ કરી ચૂક્યો છે. મુખ્ય આરોપી, નિદા ખાનની ધરપકડ બાદ, પોલીસે તેને મદદ કરનારાઓ પર કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે.જેમાં એઆઈએમઆઈએમના અબ્દુલ મતીન પટેલનું નામ સામે આવ્યા બાદ તેના ઘર અને ઓફિસ પર બુલડોઝરની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.

મતીન પટેલ પર કેસ નોંધાયો

પોલીસના જણાવ્યા મુજબ મતીન પટેલ પર આરોપ છે કે, તેમણે આરોપી નિંદા ખાનને નારેગાવ સ્થિત કૌસર પાર્ક વિસ્તારમાં પોતાના ઘરે રહેવા દીધી હતી. આ મામલે નાસિક પોલીસે તેના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 249 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નિદા ખાનની ધરપકડ બાદ, પોલીસે મતીન પટેલની પણ અટકાયત કરી અને પૂછપરછ કરી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો હતો કે, કાઉન્સિલરનું ઘર અને ઓફિસ નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવ્યા હતા. ત્રણ દિવસ પહેલા નોટિસ જાહેર કરવામાં આવી હતી, અને સમયમર્યાદા પસાર થઈ ગઈ છે.

મહિલાઓેએ કર્યું બુલડોઝરનું સ્વાગત

કાર્યવાહી દરમિયાન અહી એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. વિસ્તારની કેટલીક મહિલાઓએ કોર્પોરેશનના અધિકારીઓનું સ્વાગત કર્યું હતુ. તેમનું કહેવું છે કે, કાનુનનું પાલન થવું જોઈએ.બુલડોઝરની કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ હતી.

હાલમાં, પોલીસ સમગ્ર મામલાની વિવિધ દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આરોપી નિદા ખાનની પૂછપરછમાંથી મળેલા ઇનપુટ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે. દરમિયાન, બુલડોઝર કાર્યવાહી અને બંધારણની નકલો પકડીને મહિલાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધને કારણે શહેરમાં ચર્ચા ચાલુ છે.

જાણો શું હતો TCS કાંડ?

નાસિકમાં TCS BPOમાં કર્મચારીઓને હિન્દુ ધર્મમાંથી ઇસ્લામમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ અને જાતીય સતામણીનો કેસ સામે આવ્યો હતો. એવો આરોપ લગાવ્યો હતો કે કર્મચારીઓને ચોક્કસ ખોરાક ખાવા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. એક પુરુષ કર્મચારીએ ધાર્મિક ઉત્પીડન અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.ટુંકમાં TCSમાં હિંદુ યુવતીઓનું બ્રેન વોશ કરીને મુસ્લિમ બનાવવાનો ખેલ ચાલતો હતો. આ રેકેટમાં દાનિશ શેખ, આસીફ અન્સારી, શફી શેખ, શાહરૂખ કુરેશી, રઝા મેમણ અને તૌસિફ અત્તર જેવા મુસ્લિમ યુવકો સામેલ હતા.TCS કંપનીની HR નિદા ખાન જ ધર્મપરિવર્તનના રેકેટ સાથે જોડાયેલી હતી

મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">