AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મહારાષ્ટ્રના ખેડૂતોને મળી દિવાળી ભેટ, 4.15 લાખ ખેડૂતોનુ દેવુ માફ કરવાની તૈયારીમાં ફડણવીસ સરકાર

મહારાષ્ટ્રમાં સરકાર દિવાળી પહેલા ખેડૂતોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે. 4.15 લાખ ખેડૂતોને દેવામાફીનો લાભ આપવા માટે રૂ. 4 હજાર કરોડ ની મંજૂરી માગવામાં આવી છે. જ્યારે 1.5 કરોડ દુષ્કાળ પ્રભાવિત ખેડૂતોને 5 હજાર રૂપિયાની આગોતરી આર્થિક સહાય આપવામાં આવશે.

Breaking News: મહારાષ્ટ્રના ખેડૂતોને મળી દિવાળી ભેટ, 4.15 લાખ ખેડૂતોનુ દેવુ માફ કરવાની તૈયારીમાં ફડણવીસ સરકાર
| Updated on: Oct 27, 2026 | 4:55 PM
Share

મહારાષ્ટ્ર સરકાર દિવાળી પહેલા 4.15 લાખ ખેડૂતોનુ દેવુ માફ કરવાની તૈયારીમાં છે. આધારભૂત સૂત્રો અનુસાર સહકારિતા વિભાગે આના માટે નાણાં વિભાગ પાસે 4000 કરોડ રૂપિયાની મંજૂરી માગી છે.

દેવા માફી યોજના અંતર્ગત 25 લાખ ખેડૂતોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં 15 લાખ 85 હજાર 493 ખેડૂતોને તેનો લાભ મળી ચૂક્યો છે. સરકાર આ યોજના અંતર્ગત અત્યાર સુધી 13 હજાર 275 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી ચૂકી છે. મરાઠાવાડામાં સૌથી વધુ ખેડૂતોને દેવામાફીનો લાભ મળે છે. અહીં 6.27 લાખ ખેડૂતોને મદદ મળી છે. જે ખેડૂતોએ તેમની KYC ની પ્રક્રિયા પૂરી કરી લીધી છે. પરંતુ હજુ સુધી તેમને દેવામાફીનો લાભ નથી મળ્યો. તેમને દિવાળી પહેલા રાહત મળવાની આશા છે. તો લગભગ 4.82 લાખ ખેડૂતોની KYC પ્રક્રિયા હજુ બાકી છે.

આ પહેલા મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરના લગભગ 1.5 કરોડ દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને દિવાળી પર મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. સરકાર આ ખેડૂતોને 5000 રૂપિયાની આગોતરી આર્થિક મદદ આપશે. રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આ રાશી આ સપ્તાહે સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે. એટલે કે ખેડૂતોના ખાતામાં દિવાળી પહેલા આ રકમ પહોંચી જશે.

ખેડૂતોની આત્મહત્યા યથાવત્

મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ બાદ પાયમાલી અને દેવાના બોજ તળે દબાયેલા ખેડૂતોની આત્મહત્યા હજુ યથાવત્ છે. ખેતી અને દેવાના સંકટથી ઘેરાયેલા ખેડૂતોની મોતના આંકડાએ સરકારી મદદ અને પારદર્શિતાને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. જાણકારી અનુસાર જાન્યુઆરી 2022થી જૂન 2026 વચ્ચે રાજ્યમાં 13, 928 ખેડૂતોએ આત્મહત્યા કરી. જે અનુસાર રોજ 8 થી વધુ ખેડૂતોએ જીવ ગુમાવ્યો.

આ આંકડા અંગે જાણકારી માગવા પર રાજ્ય સરકારના રાહત અને પુનર્વસન વિભાગે જિલ્લાવાર અને મહિનાના હિસાબે આંકડા આપવાની મનાઈ કરી દીધી. યંગ વ્હિસલબ્લોઅર્સ ફાઉન્ડેશનના કાર્યકર્તા જીતેન્દ્ર ઘાડગે એ આ જાણકારી માગી હતી. પહેલા અપીલ બાદ તેમને સમગ્ર રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાનો કૂલ આંકડો આપવામાં આવ્યો. પરંતુ સૌથી વધુ ખેડૂતોના મોત ક્યા જિલ્લામાં થયા તે અંગે કોઈ જાણકારી ન અપાઈ.

8,145 પરિવાર સરકારી મદદના પાત્ર

વિભાગ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર ખેડૂતોની આત્મહત્યાના 13,928 કિસ્સામાં 8,145 પરિવારોને સરકારી મદદ માટે પાત્ર જણાયા હતા. તો 4,042 કિસ્સામાં પરિવારોને મદદ માટે અપાત્ર જાહેર કરવામાં આવ્યા. જ્યારે 941 કિસ્સા તપાસ હેઠળ છે. પાત્રતા ધરાવતા તમામ પરિવારોને પણ સરકારી સહાય નથી મળી શકી. જે કૂલ 8,145 પાત્ર પરિવારો પૈકી 7850 પરિવારોને એક લાખ રૂપિયાની મદદ આપવામાં આવી છે. જ્યારે 295 પાત્ર પરિવાર હજુ સહાય મળવાની રાહ જોઈ રહ્યા છે.

Breaking News: ‘નથી જોઈતુ સેકન્ડ ક્લાસ સ્ટેટસ’- ભારતે વિટો પાવર વિનાની UNSC ની સ્થાયી સદસ્યતા લેવાનો ઘસીને પાડી ‘ના’

Follow Us
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો
રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા
રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા
વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા
આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?
આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?
મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે
મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે
ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ
ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">