Bombay Highcourt: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નામાંકન વિવાદ, બોમ્બે હાઈકોર્ટે રાજ્યપાલને કરી ટકોર

હાઈકોર્ટે જણાવ્યું હતુ કે રાજ્યપાલ નિયત સમયમાં રાજ્ય સરકારના પ્રસ્તાવને સ્વીકારી અથવા નકારી શકે છે. દરખાસ્તને મંજૂર કરવી કે નકારવી તે રાજ્યપાલની બંધારણીય જવાબદારી (Constitutional responsibility)  છે.

Bombay Highcourt: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નામાંકન વિવાદ, બોમ્બે હાઈકોર્ટે રાજ્યપાલને કરી ટકોર
Bombay High Court (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 5:09 PM

Bombay Highcourt: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં 12 લોકોને નામાંકિત કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે રાજ્યપાલને (Governor) આ અંગે ટકોર કરી હતી. ઉલ્લેખનીય છે કે વિધાન પરિષદમાં 12 લોકોને નામાંકિત કરવામાં આવ્યા છે, જેમાં ઉદ્ધવ ઠાકરે સરકારના પ્રસ્તાવના મામલે રાજ્યપાલ બી.એસ. કોશ્યારીએ (Bhagat Singh Koshyari) હજુ સુધી મંજૂરી આપી નથી.

હાઈકોર્ટે જણાવ્યું હતુ કે રાજ્યપાલ નિયત સમયમાં રાજ્ય સરકારના પ્રસ્તાવને સ્વીકારી અથવા નકારી શકે છે. દરખાસ્તને મંજૂર કરવી કે નકારવી તે રાજ્યપાલની બંધારણીય જવાબદારી (Constitutional responsibility)  છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

બોમ્બે હાઈકોર્ટે રાજ્યપાલને કરી ટકોર

ઉલ્લેખનીય છે કે ઠાકરે સરકારે કેબિનેટે મંજૂરી (Cabinet) માટે 12 લોકોને વિધાન પરિષદમાં નામાંકિત કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ.કુલકર્ણીની ખંડપીઠે જણાવ્યું હતુ કે,”રાજ્યપાલની ફરજ છે કે તેઓ દરખાસ્ત અંગે પોતાનો અભિપ્રાય યોગ્ય સમયે મુખ્યપ્રધાન સુધી પહોંચાડે.”

રાજ્યપાલ 15 દિવસમાં આ દરખાસ્ત અંગે નિર્ણય કરશે તેવી અપેક્ષા

આ સાથે કોર્ટે નાસિકના રહેવાસી રતન સોલીની અરજી (Petition) પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે રાજ્યપાલે નવેમ્બર 2020 સુધીમાં ઠાકરે સરકાર દ્વારા મોકલવામાં આવેલા 12 નામોને વિધાન પરિષદના સભ્યો તરીકે નિયુક્ત કરવાનો આદેશ આપવો જોઈએ. રાજ્ય સરકારને અપેક્ષા હતી કે રાજ્યપાલ 15 દિવસમાં આ દરખાસ્તને મંજૂર કરશે.

રાજ્યપાલે નિયત સમયમાં જવાબદારી પુર્ણ કરવી જોઈએ

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે આ મામલે આઠ મહિના વીતી ગયા છે. તેથી રાજ્યપાલ વિલંબ કર્યા વગર આ બાબતે પોતાની બંધારણીય જવાબદારી નિભાવે તે મહત્વનું છે. ઉપરાંત કોર્ટે (Bombay Highcourt) જણાવ્યું કે એ સાચું છે કે રાજ્યપાલ કોર્ટને જવાબદાર નથી, પરંતુ અમે આશા રાખીએ છીએ તમે તમારી બંધારણીય જવાબદારી નિયત સમયમાં પુર્ણ કરશો.

આપને જણાવી દઈએ કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી 12 MLCની (Member of Legislative Council) નિમણૂકમાં કરવામાં આવેલ વિલંબ માટે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારના નિશાન પર છે. ઉપરાંત આ વર્ષની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારે કોશ્યારી પર પ્રહાર કર્યા હતા અને તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકારે આ મામલે કોર્ટમાં જવું પડશે નહીં.

આ પણ વાંચો: RBI એ આ બેંકનું લાયસન્સ રદ કર્યું, જાણો ખાતાધારકોના પૈસાનું શું થશે?

આ પણ વાંચો:  Maharashtra: ડેલ્ટા પ્લસ વેરીએન્ટને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મુત્યુ, કુલ 66 કેસની પુષ્ટિ થતા આરોગ્યતંત્રની વધી ચિંતા

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">