Maharashtra: ડેલ્ટા પ્લસ વેરીએન્ટને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મુત્યુ, કુલ 66 કેસની પુષ્ટિ થતા આરોગ્યતંત્રની વધી ચિંતા

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરીએન્ટના (Delta Plus variant) કારણે 5 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.ઉપરાંત રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટના વધુ 66 કેસ સામે આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.

Maharashtra: ડેલ્ટા પ્લસ વેરીએન્ટને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મુત્યુ, કુલ 66 કેસની પુષ્ટિ થતા આરોગ્યતંત્રની વધી ચિંતા
Delta plus variant cases are increasing in maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 9:16 AM

Maharashtra:  મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરીએન્ટે દહેશત ફેલાવી છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 66 દર્દીઓ ડેલ્ટા પ્લસ વેરીએન્ટથી (Delta Plus Variant) સંક્રમિત થયા છે,જેમાંથી પાંચ દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.નવાઈની વાત તો એ છે કે,સંક્રમિત દર્દીઓએ કોરોના વેક્સિનનાં (Vaccine) બંને ડોઝ લીધા છે.રાજ્યના અલગ અલગ શહેરોમાં જીનોમ સિકવન્સિંગની (Genome Sequencing) તપાસમાં આ વેરીએન્ટની પુષ્ટિ થઈ હતી.આપને જણાવી દઈએ કે,રત્નાગિરી,રાયગઢ (Raigadh) અને બીડ શહેરમાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટના એક -એક કેસ સામે આવ્યા છે.

ડેલ્ટા પ્લસ વેરીએન્ટને કારણે અત્યાર સુધીમાં રત્નાગિરીમાં બે,જ્યારે મુંબઈ,(Mumbai)  રાયગઢ અને બીડમાં એક દર્દીનું મોત થયું છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે,મુત્યુ પામનાર તમામ દર્દીની ઉંમર 65 વર્ષથી વધુ છે અને તેઓ બિમારીથી પિડીત હતા.મૃતકોમાં બે દર્દીઓએ કોરોના વેક્સિનનાં બંને ડોઝ લીધા હતા,જ્યારે બે દર્દીઓએ વેક્સિનનો એક ડોઝ લીધો હતો,જ્યારે અન્ય એક દર્દીની વેક્સિનેશન (Vaccination) અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે.

ચિંતા કરવાની કોઈ જરૂર નથી : સર્વેલન્સ ઓફિસર 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો આંકડો 21 થી 66 સુધી પહોંચી ગયો છે. જોકે આમાં કેટલાક કેસ જૂન મહિનામાં સામે આવ્યા હતા, જેનો જીનોમ સિક્વન્સિંગ  રિપોર્ટ (Genome Sequencing Report) તાજેતરમાં જ આવ્યો છે. રાજ્ય સર્વેલન્સ ઓફિસર ડો.પ્રદીપ અવાટેએ જણાવ્યું હતું કે, ગભરાવવાની કોઈ જરૂર નથી, કારણ કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટમાં મૃત્યુના કેસોમાં મોટાભાગના દર્દીઓ બિમારીથી પિડીત હતા.વધુમાં કહ્યું કે, ડેલ્ટા હજુ પણ સૌથી ઘાતક વેરિએન્ટ છે, એ સમજવું પણ જરૂરી છે.

માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરો

સર્વેલન્સ ઓફિસરે (Surveillance Officer)વધુમાં જણાવ્યું કે, લોકોએ માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું જોઈએ. આપને જણાવી દઈએ કે,ગુરુવારે મુંબઈમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે 63 વર્ષીય મહિલાના પ્રથમ મુત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. BMCના (Bombay Municipal Corporation)એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ મહિલાને જુલાઈના અંતમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.”

ઉત્તર મહારાષ્ટ્રમાંથી 13 કેસ નોંધાયા

BMCના અધિકારીઓએ (Officers) જણાવ્યું કે, મહિલાના મૃત્યુ બાદ તેમના સંપર્કમાં આવનાર બે લોકોમાં નવા વેરિએન્ટની પુષ્ટિ થઈ છે.આપને જણાવી દઈએ કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધારે કેસ ઉતર મહારાષ્ટ્રના જલગાંવમાં નોંધાયા છે,જ્યારે રત્નાગિરીમાં 12 કેસ અને મુંબઈમાં 11 કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો: વોકહાર્ટ Sputnik-Vના ઉત્પાદન માટે દુબઈની કંપની સાથે કરાર કર્યો, 62 કરોડ ડોઝ બનાવવાનો લક્ષ્યાંક

આ પણ વાંચો: શાળાઓ ખોલાવવા ધોરણ 12નો વિદ્યાર્થી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અરજી દાખલ કરી જણાવ્યુ કઇ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે બાળકો

g clip-path="url(#clip0_868_265)">