દેવેન્દ્ર ફડણવીસ શિંદે સરકારમાં બનશે નાયબ મુખ્યપ્રધાન, જેપી નડ્ડાએ કરી જાહેરાત, ગૃહપ્રધાન અમિત શાહે પણ કર્યુ ટ્વીટ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ નિર્ણય લીધો છે કે દેવેન્દ્ર ફડણવીસ સરકારનો હિસ્સો બને. તેથી, તેમને વ્યક્તિગત વિનંતી કરી અને કેન્દ્રીય નેતૃત્વએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે કાર્યભાર સંભાળવો જોઈએ.

દેવેન્દ્ર ફડણવીસ શિંદે સરકારમાં બનશે નાયબ મુખ્યપ્રધાન, જેપી નડ્ડાએ કરી જાહેરાત, ગૃહપ્રધાન અમિત શાહે પણ કર્યુ ટ્વીટ
JP NaddaImage Credit source: File Image
Follow Us:
| Updated on: Jun 30, 2022 | 7:16 PM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda) કહ્યું કે ભાજપના (BJP) કેન્દ્રીય નેતૃત્વએ નિર્ણય લીધો છે કે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સરકારનો હિસ્સો બને. તેથી, તેમને વ્યક્તિગત વિનંતી કરી અને કેન્દ્રીય નેતૃત્વએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે કાર્યભાર સંભાળવો જોઈએ. જેપી નડ્ડાએ કહ્યું છે કે ભાજપ હાઈકમાન્ડે નિર્ણય લીધો છે કે દેવેન્દ્ર ફડણવીસ સરકારનો ભાગ બને. અહીં એ જાણવું જરૂરી છે કે દેવેન્દ્ર ફડણવીસે જ પ્રેસ કોન્ફરન્સ કરીને એકનાથ શિંદેનું નામ આગળ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પછી તેમણે એમ પણ કહ્યું હતું કે તે પોતે સરકારનો ભાગ ન પણ હોઈ શકે.

આ સાથે જેપી નડ્ડાએ દેવેન્દ્ર ફડણવીસના મોટા દિલના વખાણ કર્યા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકોના ભલા માટે ભાજપે એકનાથ શિંદેને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. દેવેન્દ્ર ફડણવીસે પણ મોટા દિલ સાથે કેબિનેટમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે, જે મહારાષ્ટ્રના લોકો પ્રત્યે તેમનો લગાવ દર્શાવે છે.

ગૃહપ્રધાન અમિત શાહે પણ કર્યુ ટ્વીટ

અમને કોઈ પદની લાલચ નથી

દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે રાજ્યના આગામી સીએમ એકનાથ શિંદે હશે. મોટું દિલ બતાવતા તેમણે કહ્યું કે તેઓ વ્યક્તિગત રીતે સરકારમાંથી બહાર રહીને ભાજપને સંપૂર્ણ સમર્થન આપશે, આ પાર્ટીના નેતા અને કાર્યકરનું ચરિત્ર દર્શાવે છે. આ બતાવે છે કે આપણે કોઈ પદના લોભી નથી. અમારા માટે વિચારો પહેલા આવે છે. ભાજપ કાર્યકર માત્ર મહારાષ્ટ્રના લોકોનું કલ્યાણ ઈચ્છે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">