Maharashtra: ‘પપ્પુ પપ્પુના ઘરે જાય છે તો પપ્પુ સ્ક્વેર થાય છે’, રાહુલ ગાંધી-ઉદ્ધવ ઠાકરેની મુલાકાત પર ભાજપ નેતાનું ટ્વીટ
Rahul Gandhi Uddhav Thackeray Meet: એક તરફ ભાજપના નેતાઓ રાહુલ ગાંધીના (Rahul Gandhi) મુંબઈ આવીને ઉદ્ધવ ઠાકરેને મળવા પર પપ્પુ સ્ક્વેરની મુલાકાત કહીને તેની મજાક ઉડાવી રહ્યા છે, તો બીજી તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ રાહુલની મુલાકાતના સમાચારને અફવા ગણાવી છે.
Rahul Gandhi Mumbai Visit: શુક્રવારે (14 એપ્રિલ) સવારે, ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે તેમની મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે રાહુલ ગાંધી ઉદ્ધવ ઠાકરેને મળવા મુંબઈ આવવાના છે. તેમને કહ્યું હતું કે સોમવારે જ્યારે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ મુંબઈ આવીને જ્યારે ઉદ્ધવ ઠાકરેને મળશે, ત્યારે રાહુલ ગાંધીના મુંબઈના કાર્યક્રમ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ આગામી રાહુલ-ઉદ્ધવ મીટિંગ પર ભાજપ નેતા ડો. અનિલ બોંડેએ એક ટ્વીટ કર્યું , જેના પર જોરદાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
સંજય રાઉતે કહ્યું કે છેલ્લી વખત જ્યારે તેઓ રાહુલ ગાંધીને મળ્યા ત્યારે સોનિયા ગાંધી પણ ત્યાં હાજર હતા અને તેમને મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું હતું. એટલે કે રાહુલ ગાંધીએ તેમનું આમંત્રણ સ્વીકારી લીધું છે. રાહુલના આ મુંબઈ પ્રવાસ પર ટ્વીટ કરીને ભાજપ નેતા અનિલ બોંડેએ લખ્યું છે – પપ્પુ પપ્પુના ઘરે જાય છે, તો પપ્પુ સ્ક્વેર થઈ જાય છે! સીનિયર બીજેપી લીડર અને મંત્રી રાધાકૃષ્ણ વિખે-પાટીલને પણ આ મુલાકાત પર કટાક્ષ કર્યો હતો અને આદિત્ય ઠાકરેને આ સલાહ આપી હતી કે આ પછી તમે પણ પપ્પુ તરીકે ના ઓળખાવ.
રાહુલ ગાંધી-ઉદ્ધવ ઠાકરેની મુલાકાત પર ટ્વીટથી કટાક્ષ
पप्पू, पप्पू के घर जाता है तो, पप्पू स्क्वेअर (square) होता है !
— Dr. Anil Bonde (@DoctorAnilBonde) April 14, 2023
મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે આદિત્યને ડરાવ્યો, પપ્પુ કહેવાનો ડર જણાવ્યો
બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ રાહુલ ગાંધીને ચેતવણી આપતા કહ્યું હતું કે પહેલા સાવરકર પરના તેમના નિવેદનો માટે માફી માંગે અને પછી મહારાષ્ટ્રમાં પગ મૂકે. તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે ભાજપ સાવરકરને કેટલું ઓળખે છે? તમે તેમના વિચારોનું કેટલું સન્માન કરો છો? શિંદે જૂથના નેતા સંદીપાન ભૂમરેએ કટાક્ષ કરતાં કહ્યું કે ‘હવે માતોશ્રીમાં કોણ જાય છે?’ જવાબમાં ઠાકરે જૂથના સીનિયર લીડર ચંદ્રકાંત ખૈરેએ ગુસ્સે થઈને કહ્યું કે અઠવાડિયામાં સંદીપાન ભૂમરે હવે મંત્રી નહીં રહે.
પટોલેએ રાહુલ ગાંધીની મુંબઈ મુલાકાતને અફવા ગણાવી, રાઉતે પણ હવે કહી આ વાત
નાના પટોલેએ પહેલા તો બીજેપી પ્રદેશ અધ્યક્ષને સીધી ધમકી આપી હતી કે જો રાહુલ ગાંધીના એક વાળને પણ નુકસાન થશે તો પરિણામ સારું નહીં આવે. આ પછી તેને એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીના મુંબઈ પ્રવાસનો કાર્યક્રમ અફવા સિવાય કંઈ નથી. આ પછી નાગપુર પહોંચેલા સંજય રાઉતે પણ પોતાના નિવેદનમાં થોડો સુધારો કર્યો અને કહ્યું કે એ વાત સાચી છે કે તેમની પાસે રાહુલ ગાંધીની મુંબઈ મુલાકાત વિશે કોઈ સત્તાવાર જાણકારી નથી, પરંતુ સોમવારે કેસી વેણુગોપાલની મુંબઈ મુલાકાત દરમિયાન જરૂર આ કાર્યક્રમની ચર્ચા થશે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
મહારાષ્ટ્ર સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…